શોધખોળ કરો
શાહરૂખના દીકરા સાથે પકડાયેલી આ યુવતી કોણ છે ? જાણો વિગત

Munmun_Dhamecha
1/7

નવી દિલ્હીઃ આજકાલ બૉલીવુડમાં ડ્રગ્સ મામલાને લઇને ખલબચી મચી ગઇ છે. 2 ઓક્ટોબર, 2021ના નશીલી દવાઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી થઇ છે, નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો - એનસીબીએએ કૉર્ડેલિયા ક્રૂઝ જહાજ પર એક રેવ પાર્ટીનો ભાંડાફોડ કર્યો છે. ખાસ વાત છે કે આ ડ્રગ્સ વાળી રેવ પાર્ટી બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના (Shah Rukh Khan) દીકરા આર્યન ખાન (Aryan Khan) સહિત બે અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.
2/7

આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમેચા, નુપૂર સારિકા, ઇસમીત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપડાનુ નામ સામેલ છે. એનસીબી અનુસાર અત્યાર સુધી 3 ગ્રામ કોકીન, 21 ગ્રામ ચરસ, 5 ગ્રામ એમડી અને 22 એમડીએમએ ગોળી જપ્ત કરવામાં આવી છે.
3/7

પરંતુ આ બધાની વચ્ચે આર્યન ખાનની દોસ્ત મુનમુન ધમેચા હાલ ખુબ ચર્ચામાં છે. મુનમુન ધમેચા પણ આ રેવ પાર્ટીનો ભાગ બની હતી. મુનમુન ધમેચાની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહી છે. જાણો કોણ છે આ મુનમુન ધમેચા.....
4/7

મુનમુન ધમેચાની વાત કરીએ તો આર્યન ખાનની સારી એવી દોસ્ત છે અને તે એક ફેશન મૉડલ છે. ડ્રગ્સ કેસમાં અત્યારે એનસીબીએ તેની ધરપકડ કરી લીધી છે.
5/7

મુનમુન ધમેચા અને આર્યન ખાન મિત્રો છે, પરંત તેનાથી આગળ તેમની વચ્ચે બીજો શો સંબંધ છે તે બહાર નથી આવ્યુ. મુનમુન ધમેચા અને આઝમ ખાન બન્ને આ રેવ પાર્ટીમા સામેલ હતા.
6/7

આ ઉપરાંત મુનમુન ધમેચા વિશે મળેલી માહિતી પ્રમાણે, 23 વર્ષીય આ ફેશન મૉડલ મૂળ મુંબઇની છે, અને સિંધી સમાજમાંથી આવે છે. આર્યન ખાન અને મુનમુન ધમેચા રેવ પાર્ટીમાં સાથે દેખાતા બન્ને વચ્ચેના સંબંધો વિશે અનેક પ્રકારની અટકળો પણ વહેતી થઇ છે.
7/7

મુનમુન ધમેચા
Published at : 04 Oct 2021 11:42 AM (IST)
આગળ જુઓ
Advertisement