શોધખોળ કરો
KBC-13: 'કોન બનેગા કરોડપતિ'ની નવી સિઝન આ તારીખે થઇ રહી છે શરૂ, સામે આવી શૉની ફૂલ ડિટેલ્સ, જાણો......

KBC_13_
1/8

નવી દિલ્હીઃ ‘કોન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati) શૉ એકવાર ફરીથી ટીવી પર ધમાલ મચાવવા અને કેટલાક લોકોના સપના પુરા કરવા આવી રહ્યો છે. કેબીસીની 13મી સિઝનને (KBC 13)ને લઇને કેટલીક ડિટેલ્સ સામે આવી છે.
2/8

શૉને હૉસ્ટ કરવા માટે બૉલીવુડના (Bollywood) મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એક્સાઇટેડ છે.મેકર્સ પોતાના નવા શૉ માટે તૈયાર છે, આજથી ઠીક 12 દિવસ બાદ ‘કોન બનેગા કરોડપતિ 13’ની શરૂઆત થઇ જશે.
3/8

કેબીસીનો નવો પ્રૉમો પણ સામે આવ્યો છે. સોની એન્ટરટેઇન્ટમેન્ટ ટેલિવિઝને (Sony Entertainment Television) પોતાના સોશ્યલ મીડિયા (Social Media) હેન્ડલ પર શૉનો પ્રૉમો શેર કર્યો છે.
4/8

અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) લોકપ્રિયતાના કારણે માત્ર તેમની ફિલ્મો જ નહીં, પરંતુ તેમનો શૉ ‘કોન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati)ને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
5/8

‘કોન બનેગા કરોડપતિ’ શૉની નવી સિઝન 23 ઓગસ્ટથી સોની ટીવી પર ટેલિકાસ્ટ શરૂ થઇ રહી છે. કેબીસી વીકમાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગે પ્રસારિત થશે.
6/8

શૉનો નવો પ્રૉમો સામે આવ્યો છે જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, પ્રૉમોનો જે પોર્ટ શેર કરવામા આવ્યો છે તે શૉનો ત્રીજો પાર્ટ છે. આ શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે પાર્ટ એક અને બે પર જબરદસ્ત પ્રતિક્રિયા માટે ધન્યવાદ. અમે તમારા માટે ત્રીજો પાર્ટ #KBCFilmSammaanPart3 ની ફાઇન સીરીઝ શેર કરી રહ્યાં છીએ. 23 ઓગસ્ટ, રાત્રે 9 વાગ્યાથી માત્ર સોની પર.
7/8

કેબીસીના પ્રમૉશન માટે ખાસ કરીને બનાવવામા આવેલા ‘સમ્માન’નુ શૂટિંગ મધ્યપ્રદેશમાં કરવામાં આવી છે, આ ફિલ્મમાં એક્ટર ઓમકાર દાસ માનિકપુરી મુખ્ય ભૂમિકામાં છે. શૉ મેકર્સે કેબીસીને દરેક માણસની જિંદગીથી નજીક લાવવા માટે આ પ્રૉમો તૈયાર કર્યો છે. આ ફિલ્મની ખાસિયત છે કે આમાં લૉકલ ટેલેન્ટેડ લોગોને એક્ટિંગનો મોકો આપવામાં આવ્યો છે.
8/8

કોન બનેગા કરોડપતિ પોતાની યાત્રાના 21 વર્ષ પુરી કરી રહ્યું છે. આ શૉ પહેલીવાર 2000માં સ્ટાર પ્લસથી શરૂ થયો હતો.
Published at : 11 Aug 2021 10:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
