શોધખોળ કરો
Eye Care Tips: પ્રદૂષણ અને ઠંડીનો બેવડો માર, આ બધા વચ્ચે આ રીતે તમારી આંખોની રાખો સંભાળ
શિયાળો આવતા જ રાજધાની દિલ્હીનું વાતાવરણ બગડવા લાગે છે. આ માટે ઘણા કારણો જવાબદાર છે. ખરાબ હવા આપણી આંખો પર ગંભીર અસર કરે છે.

પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
1/6

શિયાળાની ઋતુમાં વધતા પ્રદૂષણને કારણે વાતાવરણમાં ધુમ્મસ, ધુળ અને ધુમાડાનું મિશ્રણ વધી જાય છે. જેના કારણે આંખોમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આંખના નિષ્ણાત ડો.શ્રીદેવી ગુંડા કહે છે કે દિવાળી પછીનો સમય આંખોને લગતી સમસ્યાઓ માટે સૌથી ખરાબ સમય કહીએ તો ખોટું નહીં હોય. જાણો પ્રદૂષણ અને ઠંડીમાં આંખોને કેવી રીતે સુરક્ષિત રાખવી.
2/6

આંખોને સ્વસ્થ રાખવા માટે શરીરને હાઇડ્રેટ રાખો. આંખના નિષ્ણાતના જણાવ્યા અનુસાર, દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી આંખોમાં ભેજ રહે છે અને ડ્રાયનેસની સમસ્યા નથી રહેતી. સ્મોગને કારણે આપણી આંખોમાં બળતરા થવાની શક્યતા વધી જાય છે જે પાણી પીવાથી ઘટી જાય છે.
3/6

જો તમે કોઈ કામ માટે બહાર જતા હોવ તો તમારી આંખોની સુરક્ષા માટે શેડ્સ અથવા ચશ્મા પહેરો. ખાસ કરીને જો તમે ટુ વ્હીલર પર બહાર નીકળો તો શેડ્સ પહેરવું આવશ્યક છે.
4/6

કેટલાક લોકોને થાકની વચ્ચે બિનજરૂરી રીતે આંખો ચોળવાની આદત હોય છે. આવું ન કરવું જોઈએ કારણ કે તેનાથી આંખના લેન્સ અને કોર્નિયાને નુકસાન થઈ શકે છે.
5/6

આંખોમાં ભેજ જાળવી રાખવા માટે તમે આંખના ટીપાંનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો.
6/6

કામ પૂરું થયા પછી, જરૂરી હોય ત્યાં સુધી સેલ ફોન-લેપટોપ વગેરેથી અંતર રાખો. દિવસભર લેપટોપ અને મોબાઈલની સ્ક્રીન જોવાથી આંખોમાં શુષ્કતા આવે છે, પછી તે દુઃખવા લાગે છે.
Published at : 23 Nov 2022 06:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
