શોધખોળ કરો
Apple Store in Mumbai: એપલનો મુંબઈનો સ્ટોર અંદરથી આટલો લક્ઝુરિયસ લાગે છે, જુઓ અંદરની તસવીરો
Apple Store: ભારતમાં Appleનો પ્રથમ રિટેલ સ્ટોર મુંબઈમાં ખુલ્યો છે. કંપનીના સીઈઓ ટિમ કુકે ગઈકાલે સવારે 11 વાગ્યે તેનું ઉદ્ઘાટન કર્યું. ચાલો જોઈએ એપલનો મુંબઈ સ્ટોર અંદરથી કેવો દેખાય છે.

મુંબઈમાં એપલ સ્ટોર
1/7

Appleના પ્રથમ સત્તાવાર રિટેલ સ્ટોરનું ભવ્ય ઉદઘાટન ટિમ કૂક દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્ટોર 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.
2/7

એપલના સ્ટોરના ઉદઘાટન પ્રસંગે તેમની સાથે એપલના સેંકડો ચાહકો અને અધિકારીઓ હાજર હતા. આ સ્ટોર સાથે કંપની મુંબઈ અને અન્ય શહેરોમાં તેની પહોંચ વિસ્તારશે.
3/7

કંપની અહીં 100 સભ્યોની ટીમ સાથે કામ કરશે. આ સ્ટોર 20 ભાષાઓમાં ગ્રાહક સપોર્ટ પ્રદાન કરવામાં સક્ષમ હશે. નોંધનીય છે કે, આ સ્ટોર મુંબઈના પોશ વિસ્તાર Jio World Drive Moll માં ખોલવામાં આવ્યો છે.
4/7

મુંબઈના એપલ સ્ટોરને 133 મહિના માટે લીઝ પર લેવામાં આવ્યો છે, જેને 60 મહિના સુધી વધારી શકાય છે. મુંબઈના એપલ સ્ટોરનું ભાડું 42 લાખ રૂપિયા પ્રતિ માસ છે.
5/7

આ એપલ સ્ટોરને અંદરથી ખૂબ જ લક્ઝુરિયસ બનાવવામાં આવ્યો છે, જેમાં આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે અને ગ્રાહકોની દરેક સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
6/7

એપલના સીઈઓ ટિમ કૂક સોમવારે જ ભારત આવ્યા હતા. સ્ટોર ખૂલતા પહેલા તે મુંબઈમાં ઘણી સેલિબ્રિટીઓને મળ્યા હતા. ટિમ કુક મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયા પણ ગયા હતા.
7/7

તમને જણાવી દઈએ કે નવી દિલ્હી સ્ટોરનું ઉદ્ઘાટન 20 એપ્રિલે સવારે 10 વાગ્યે સિલેક્ટ સિટી વોક મોલ, સાકેતમાં કરવામાં આવશે.
Published at : 19 Apr 2023 06:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
