શોધખોળ કરો
Gold Price Prediction: સોનાના ભાવમાં કડાકો! 10 ગ્રામે સીધા ₹8,000 ઘટ્યા, શું હવે ખરીદવાનો સાચો સમય છે?
લગ્નસરાની સિઝન વચ્ચે ભાવ ઘટતા ખરીદદારો અવઢવમાં, ₹1,21,700 નું લેવલ છે મહત્વનું; ફેડરલ રિઝર્વની બેઠક પર રહેશે બજારની નજર.
gold price fall: છેલ્લા એક મહિનામાં સોનાના બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. MCX પર સોનાના ભાવમાં તેના ઓલ-ટાઈમ હાઈ લેવલથી આશરે ₹8,000 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.
1/5

લગ્નની સિઝન પૂરજોશમાં હોવા છતાં, ભાવમાં આવેલા આ ઘટાડા અને વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને કારણે રોકાણકારો અને ખરીદદારો સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. શું હાલના ભાવે સોનું ખરીદવું ફાયદાકારક રહેશે કે હજુ રાહ જોવી જોઈએ? બજારના દિગ્ગજ નિષ્ણાતો આ પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને મહત્વની સલાહ આપી રહ્યા છે.
2/5

ઓક્ટોબર 2025 માં સોનાએ ₹1,32,294 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટી સ્પર્શી હતી. જોકે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભાવમાં મોટું કરેક્શન આવ્યું છે અને શુક્રવારે બજાર ₹1,24,195 ના સ્તરે બંધ થયું હતું. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ભારત-અમેરિકા વેપાર કરાર અંગેની અનિશ્ચિતતા અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાઓ ઓછી થવી છે. ઉપરાંત, ડોલર સામે રૂપિયો નબળો પડીને ₹89.43 ના તળિયે પહોંચ્યો છે, જેની પણ બજાર પર અસર પડી છે.
Published at : 23 Nov 2025 03:59 PM (IST)
આગળ જુઓ
Advertisement





















