શોધખોળ કરો
Coronavirus: દેશના આ રાજ્યોમાં કોરોનાએ ફરી ઉથલો મારતા ખળભળાટ, ક્યાંક લાદવામાં આવી શકે છે Lockdown
1/5

કર્ણાટકઃ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને બે લોકોના મોત થયા છે. કર્ણાટકમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 12,294 પર પહોંચ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
2/5

મહારાષ્ટ્રઃ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 6971નવા કેસ આવ્યા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21 લખને પાર થઈ ગઈ છે. રાજ્યમા ત્રણ મહિના બાદ શુક્રવારે 6 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જે બાદ કેસની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,149 છે અને તેમાં છેલ્લા 24 કલાકમાં 4519નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 19,94,947 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 51788 પર પહોંચ્યો છે. આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો. જો પરિસ્થિતિ નહીં સુધરે તો લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે.
Published at :
આગળ જુઓ





















