જો આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો કેટલાક ફૂડને લેવાનું સંપૂર્ણ બંધ કરી દેવું જોઇએ. તો આવો જાણીએ.. કયા ફૂડ હાઇ કેલેરીયુક્ત છે. જેના ડાયટ લિસ્ટમાંથી દૂર કરવા જોઇએ.
2/6
ડાઇટિંગ દરમિયાન માખણનું સેવન ન કરો, બટરમાં 80 ટકા ફેટ હોય છે. બટરમાં હાઇ કોલેસ્ટ્રોલયુક્ત એવા પદાર્થ હોય છે, જે વજન વધારવા માટે જવાબદાર હોય છે.
3/6
જો આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો આઇસક્રિમ પણ આપના માટે યોગ્ય નથી. આઇસક્રિમમાં ફેટ અને શુગર ભરપૂર માત્રામાં હોય છે. જે વજન વધારવા માટે જવાબદાર છે.
4/6
તળેલી અને સ્પાઇસી ચીજોને પણ અવોઇડ કરો. આ ફૂડમાં પણ હાઇ કેલોરી હોય છે. ખાસ કરીને બટાટાની ચિપ્સ, ફ્રાઇમ્સને અવોઇડ કરો.
5/6
આમ તો ડ્રાયફ્રૂટને સ્વાસ્થ્યવર્ધક મનાય છે પરંતુ ડ્રાય ફ્રૂટસમાં પણ કેલેરીની માત્રા વધુ હોય છે. વજન ઉતારવા ઇચ્છતી વ્યક્તિએ તેને અવોઇડ જ કરવું જોઇએ
6/6
જો આપ વજન ઉતારવા ઇચ્છતા હો તો જંકફૂડ, ચાઇનીઝ ફૂડ, પિત્ઝા સોયા ચાપને લેવાનું બંધ કરો. તેમાં હાઇ કેલેરી, ફેટની માત્રા ભરપૂર હોય છે.