શોધખોળ કરો
Antim Sanskar: અંતિમ સંસ્કાર પછી રાખ પર 94 લખવા પાછળનું રહસ્ય શું છે ?
Antim Sanskar: હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી અગ્નિસંસ્કાર માટે ચોક્કસ નિયમો નક્કી કરાયા છે જેમાંથી એક ચિતાની રાખ પર 94 લખવાનું હોય છે. આ પરંપરા શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા?
પ્રતિકાત્મક તસવીર
1/6

કાશીને મુક્તિનું શહેર તરીકે ઓળખાય છે. અહીંનો મણિકર્ણિકા ઘાટ સદીઓથી જીવન અને મૃત્યુનો સંગમ રહ્યો છે. અંતિમ સંસ્કારની અગ્નિથી સતત પ્રજ્વલિત મણિકર્ણિકા ઘાટ પર એક અગ્નિસંસ્કાર વિધિ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
2/6

મણિકર્ણિકા ઘાટને મુક્તિનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. અહીં એક પરંપરા છે કે અગ્નિસંસ્કાર પછી ચિતાની રાખમાં '94' નંબર લખવામાં આવે છે. આ પરંપરા આજે પણ લોકો માટે એક રહસ્ય છે.
3/6

એવું કહેવાય છે કે જ્યારે કોઈ મૃત વ્યક્તિનો મણિકર્ણિકા ઘાટ પર અગ્નિસંસ્કાર કરવામાં આવે છે અને અગ્નિસંસ્કાર પૂર્ણ થયા પછી ચિતા ઠંડી થઈ જાય છે ત્યારે ચિતા પ્રગટાવનાર વ્યક્તિ અથવા સ્મશાન કર્મચારી લાકડી અથવા આંગળીનો ઉપયોગ કરીને રાખ પર 94 અંક લખે છે. આ પછી રાખ ગંગામાં વિસર્જન માટે તૈયાર થાય છે.
4/6

સ્થાનિક માન્યતાઓ અનુસાર, વ્યક્તિના 100 કર્મો હોય છે, જેમાંથી 94 કર્મો તેના પોતાના હોય છે. એટલે કે તે કર્મો જેને વ્યક્તિ પોતાના વિચારો, ઇચ્છાઓ અને કાર્યો દ્વારા નિયંત્રિત કરી શકે છે. બાકીના 6 કર્મો એટલે કે જીવન, મૃત્યુ, યશ, અપયશ, લાભ અને નુકસાન આ માનવના હાથમાં નથી પરંતુ તે ભગવાન અથવા ભાગ્યને આધીન માનવામાં આવે છે.
5/6

અગ્નિસંસ્કાર પછી ચિતાની રાખમાં 94 લખવાનો અર્થ એ થાય કે મૃતકના 94 નિયંત્રિત કર્મો ચિતાની આગમાં બળીને રાખ થઈ ગયા છે. આ પરંપરાને મુક્તિ તરફની પ્રતિકાત્મક યાત્રા માનવામાં આવે છે. આ પરંપરાને અનુસરવાનો અર્થ એ થાય કે રાખ પર 94 લખવાથી મૃતક હવે સાંસારિક બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને બાકીના 6 કર્મો ભગવાનની ઇચ્છા પર છોડી દેવામાં આવે છે. આ પરંપરા હજુ પણ આ ભાવના સાથે અનુસરવામાં આવે છે.
6/6

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 25 Nov 2025 02:35 PM (IST)
આગળ જુઓ
Advertisement





















