નવી દિલ્હીઃ દુનિયાભરમાં પોતાના બેસ્ટ ફિચર્સના કારણે પૉપ્યૂલર બનેલી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppને જબરદસ્ત ઝટકો લાગ્યો છે.
2/6
ખરેખરમાં, આયરેલન્ડમાં બીજી ફેસબુક કંપનીઓની સાથે પર્સનલ ડેટા શેર કરવાના મામલે કંપની પર 22.5 કરોડ યૂરો એટલે કે લગભગ 1,942 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર આ ફાઇન ત્રણ વર્ષ પહેલા બનેલા જનરલ ડેટા પ્રૉટેક્શન રેગ્યૂલેશન એટલે કે GDPR અંતર્ગત ફટકારવામાં આવ્યો છે.
3/6
'ખોટો ફટકારવામાં આવ્યો દંડ' - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, WhatsAppએ કહ્યું કે દંડ પુરેપુરી રીતે ખોટો છે અને આને લઇને કંપની આગળ સુધી જશે. કંપનીના એક પ્રવક્તાએ આ મામલા પર કહ્યું કે, એપ પુરેપુરી રીતે સેફ છે, અને અમે યૂઝર્સના ડેટાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. આ દંડ અમને કોઇપણ રીતે સ્વીકાર્ય નથી. અમે આગળ સુધી અપીલ કરીશું.
4/6
આ માટે થઇ કાર્યવાહી - ખરેખરમાં, આયરલેન્ડમાં કૉર્પોરેટ ટેક્સ ઓછો છે અહીં Google, Facebook, Apple, Twitter સહિતની મોટી કંપનીઓની ઓફિસ છે, અને આ દેશ માટે એવુ કહેવામા આવે છે કે આ કંપનીઓ પર કાર્યવાહી નથી કરતો. WhatsApp પર પણ શરૂઆતમાં ફક્ત 433 કરોડનો દંડ લગાવવામાં આવ્યો હતો, પરંતુ યુરોપીય સંઘના દેશોના પ્રેશરના કારણે આને અનેકગણો વધારી દેવામાં આવ્યો છે.
5/6
ભારતમાં 30 લાખ WhatsApp એકાઉન્ટ થયા સસ્પેન્ડ- તાજેતરમાં જ WhatsApp એ પોતાની માસિક અનુપાલન રિપોર્ટ જાહેર કરી, જેમાં બતાવવામાં આવ્યુ કે 46 દિવસની સમય મર્યાદામાં કંપનીએ લગભગ 30 લાખ WhatsApp એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે.
6/6
વૉટ્સએપે પોતાના રિપોર્ટમાં બતાવ્યુ કે, આ દરમિયાન 594 ફરિયાદો મળી હતી. જેના પર કંપનીએ કાર્યવાહી કરી છે. આમાંથી મોટા ભાગના એકાઉન્ટ ઓટોમેટિક કે પછી બલ્ક મેસેજના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.