શોધખોળ કરો

Smartphone માં કઈ વસ્તુઓ ઝડપથી તમારી બેટરીને કરે છે ખતમ ? જાણો

ટેક ટિપ્સ: YouTube, Instagram, Facebook અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ઘણી બેટરી વાપરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
સ્માર્ટફોનની બેટરી વપરાશમાં ડિસ્પ્લેની મોટી ભૂમિકા હોય છે. ખાસ કરીને વધુ બ્રાઇટનેસ, હાઇ રિફ્રેશ રેટ અને લાંબા સમય સુધી સ્ક્રીન ચાલુ રહેવાથી બેટરી ઝડપથી ઓછી થાય છે. AMOLED અને OLED ડિસ્પ્લે કેટલીક પરિસ્થિતિઓમાં ઓછી વીજળી વાપરી શકે છે પરંતુ વધુ બ્રાઇટનેસ પર તેમનો વપરાશ પણ વધી જાય છે. જો તમે બેટરી બચાવવા માંગતા હોય તો ઓટો-બ્રાઇટનેસનો ઉપયોગ કરો અને જરૂર ન હોય ત્યારે સ્ક્રીનને લાંબા સમય સુધી ચાલુ ન રાખો.

2/7
YouTube, Instagram, Facebook અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ઘણી બેટરી વાપરે છે. વિડિયો ચલાવતી વખતે સ્ક્રીન, પ્રોસેસર, સ્પીકર અને ઇન્ટરનેટ કનેક્શન એકસાથે કામ કરે છે. આ જ કારણ છે કે સતત વિડિયો જોવાથી બેટરી ઝડપથી ઘટે છે. ખાસ કરીને હાઇ-ક્વોલિટી વિડિયો સ્ટ્રીમિંગ મોબાઇલ ડેટા પર વધુ બેટરી વાપરી શકે છે.

3/7
જો બેટરી ખૂબ ઝડપથી ખતમ થાય છે તો તેનું એક મોટું કારણ મોબાઇલ ગેમિંગ પણ હોઈ શકે છે. હાઇ-ગ્રાફિક્સવાળી ગેમ્સ પ્રોસેસર અને GPU પર સતત દબાણ લાવે છે. આ સાથે ડિસ્પ્લેનો હાઇ રિફ્રેશ રેટ, ઇન્ટરનેટ કનેક્શન અને ફોનનું તાપમાન પણ વધી શકે છે. તેથી લાંબા સમય સુધી ગેમ રમવાથી બેટરી સામાન્ય ઉપયોગની સરખામણીમાં ઘણી ઝડપથી ઓછી થાય છે.

4/7
નબળું મોબાઇલ નેટવર્ક બેટરીનો વપરાશ વધારી શકે છે. જ્યારે ફોનને સિગ્નલ મળતું નથી અથવા નેટવર્ક નબળું હોય છે, ત્યારે તે વધુ સારા કનેક્શન મેળવવા માટે વારંવાર નેટવર્ક શોધવાનો પ્રયાસ કરે છે. આનાથી બેકગ્રાઉન્ડમાં વધારાની બેટરીનો વપરાશ વધી જાય છે. તેવી જ રીતે, સતત 5G નેટવર્કની શોધ અથવા ખરાબ કવરેજવાળા વિસ્તારમાં મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવાથી પણ બેટરી પર અસર પડી શકે છે.

5/7
Google Maps જેવા એપ્સમાં સતત લોકેશન ટ્રેકિંગ દરમિયાન GPS અને અન્ય સેન્સર સક્રિય રહે છે. લાંબા સમય સુધી નેવિગેશન ચલાવવાથી બેટરી ઝડપથી ઓછી થઈ શકે છે. જરૂર ન હોય ત્યારે એપ્સની લોકેશન પરમિશન બંધ કરવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

6/7
કેટલીક એપ્સ સ્ક્રીન બંધ થયા પછી પણ બેકગ્રાઉન્ડમાં સિંક, લોકેશન, નોટિફિકેશન અથવા અન્ય કામ કરતી રહે છે. જો કોઈ એપ વધુ બેટરી વાપરી રહી હોય, તો ફોનની Battery Settings માં જઈને તેની માહિતી જોઈ શકાય છે.

7/7
બેટરી વધુ સમય સુધી ચલાવવા માટે સ્ક્રીન બ્રાઇટનેસ ઓછી રાખો, જરૂરિયાત મુજબ રિફ્રેશ રેટનો ઉપયોગ કરો, બિનજરૂરી લોકેશન પરમિશન બંધ કરો અને વધુ બેટરી વાપરતી એપ્સની બેકગ્રાઉન્ડ એક્ટિવિટી બંધ કરો. ગેમિંગ અને હાઇ-ક્વોલિટી વિડિયો સ્ટ્રીમિંગનો સતત ઉપયોગ ઓછો કરવો પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 

30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ

1 જાન્યુઆરીથી WhatsApp માં મોટો બદલાવ: કરોડો યુઝર્સે તાત્કાલિક કરવું પડશે આ કામ

Airtel એ લોન્ચ કર્યો નવો OTT પ્લાન, ફ્રીમાં મળશે YouTube Premium
Airtel એ લોન્ચ કર્યો નવો OTT પ્લાન, ફ્રીમાં મળશે YouTube Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો

Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર

Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

Embed widget