શોધખોળ કરો
અડધી રાત્રે બોલિવૂડના કયા કપલે તોડ્યો ટ્રાફિકનો રૂલ્સ, જાણો વિગત

1/7

2/7

3/7

4/7

યુવરાજ સિંહ સાથે બ્રેકઅપ બાદ કિમ શર્માએ સ્પેનિશ કાર્લોસ મારીનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, જે સ્પેનિશ બેન્ડ ઈલ ડિવોનો લીડ સિંગર હતો. એક્ટ્રેસ કિમ શર્માનું નામ આ પહેલા પણ ફિલ્મ રોક ઓનના ડાયરેક્ટર અભિષેક કપૂર અને મેન્સવિયર ડિઝાઈનર અર્જુન ખન્ના સાથે જોડાયું હતું.
5/7

એક્ટ્રેસ કિમ શર્માએ થોડા વર્ષ પહેલા કેન્યાઈ બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેણે બોલિવુડમાં કામ કરવાનું બંધ કર્યું હતું. પરંતુ આ સંબંધ લાંબો સમય સુધી ટકી શક્યા નહતાં. ત્યાર બાદ બંનેના ડાયવોર્સ થયા હતા. આ લગ્ન પહેલા કિમ શર્માએ ક્રિકેટર યુવરાજ સિંહને લગભગ ચાર વર્ષ ડેટ કરી હતી.
6/7

કિમ શર્મા અને એક્ટર હર્ષવર્ધન રાણે ડિનર કરીને પરત ફરી રહ્યા હતા. બન્ને બહાર નીકળતાંની સાથે જ તેઓ મીડિયાના કેમેરાની નજરે ચઢ્યા હતા પણ આ જોઈને હર્ષવર્ધન રાણેએ મોપેડની સ્પીડ વધારી દીધી હતી. ત્યાર બાદ થોડીવાર માટે રોંગ સાઈડમાં ટુ-વ્હીલર હંકાર્યું હતું. બંનેમાંથી કોઈએ જ હેલમેટ પહેર્યું ન હતું. આમ, બંને ટ્રાફિક રૂલ્સના ધજાગરા ઉડાળતા નજરે પડ્યા હતાં.
7/7

હાલ બોલિવુડમાં સ્કૂટરનો એક વીડિયો જોરદાર વાયરલ થયો છે. કદાચ આ બંનેએ પોતાના સંબંધો પર અધિકારિક નિવેદન કરવાને બદલે આ રીતે બતાવવું યોગ્ય ગણ્યું હશે. પરંતુ આ વીડિયો જોઈને લાગી રહ્યું છે કે, આ કપલ ઈચ્છતું હતું કે વધુ લોકો તેમને જુએ. અડધી રાત્રે આ સેલિબ્રિટી કપલ મુંબઈના રસ્તાઓ પર જોવા મળ્યું હતું.
Published at : 26 Oct 2018 02:40 PM (IST)
Tags :
Actress Kim Sharmaવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ભાવનગર
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
