4. હીરો પેશનપ્રોઃ કંપની દિવાળી દરમિયાન i3S ટેક્નોલોજીનીસાથે હીરો પેશન પ્રો પણ લોન્ચ કરી શકે છે. આ ટેક્નોલોજીથી બાઈકનું એન્જિન ન્યૂચ્રલમાં થવા પર આપોઆપ બંધ થઈ જશે. આ બાઈકની અંદાજિત કિંમત 55 હજારથી 60 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. બાઈકનું એન્જિન 97.20 સીસીનું હોઈ શકે છે જે 8.20 બીએચપીનો પાવર અને 8.05 એનએમનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે.
2/5
3. હીરો એક્સ્ટ્રીમ 200એસઃ હીરો મોટોકોર્પ પોતાની પોપ્યુલર સ્પોર્ટ્સબાઈકનું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. એક્સટ્રીમ 200એસમાં મોનોશોક, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ અને વધારે હેવી બોડી હોઈ શકેછે. તેની અંદાજિત કિંમત 95 હજાર રૂપિયા હોઈ શકે છે.
3/5
2. બજાજી વી20: માર્કેટમાં વી15ના સારા પ્રદર્શન બાદ બજાજ વી20 લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે જેની અંદાજિત કિંમત 85 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે અને એન્જિન 200 સીસી હશે.
4/5
1. ન્યૂ હીરો સુપર સ્પ્લેન્ડર આઈસ્માર્ટઃ ચાલુ વર્ષે હીરો, મોટોકોર્પ સુપર સ્પેલન્ડરનું નવું વર્ઝન પણ લોન્ચ કરી શકે છે. નવું વર્ઝન હાલના 100 સીસીવાળા મોડલ કરતાં વધારે પાવરફુલ હશે. તેની અંદાજિત કિંમત 59 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. બાઈક એન્જિન 125 સીસીનું, પાવર બીએચપી અને ટોર્ક 10.35 એનએમની ક્ષમતા સાથે આવશે.
5/5
નવી દિલ્હીઃ ઓક્ટોબર મહિનાની પહેલી તારીખથી શરૂ થઈ રહેલ તહેવારની સીઝન માટે તમામ કંપનીઓએ તૈયારી પૂરી કરી લીધી છે. કહેવાય છે કે, હીરો પોતાની ત્રણ અને બજાજ બે નવી બાઈક્સનીસાથે બજારમાં ધૂમ મચાવવાની તૈયારી કરી રહી છે. આ તમામ બાઈક 50 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની કિંમતમાં લોન્ચ થઈ શકે છે.