સિંહ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. પ્રતાપ દુધાત અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચુક્યા છે ત્યારે આજે ફરીએક વાર વિવાદમાં આવી ગયા છે.
3/5
પ્રતાપ દુધાત અને તેમના મહેમાન બનીને આવેલા મુળ સાવરકુંડલાના પીઠવડી ગામના વતની અને હાલ સુરતમાં બાંધકામ ઉદ્યોગમાં સ્થાયી થયેલા ભગીરથ પીઠવડીવાળા તથા નાની વયના ઉદ્યોગપતિ અંકિત કાછડીયાએ ક્રાંકચની સીમમાં જ એક સ્થળે સાવજો સાથે સેલ્ફી લીધી હતી તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા છે.
4/5
ધારાસભ્ય પ્રતાપ દુધાત અને સુરતના ઉદ્યોગપતિઓ ભગીરથ પીઠવડીવાળા તથા અંકિત કાછડીયાના સિંહ સાથેની સેલ્ફીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પરંતુ આ લોકોએ જાતે જ સોશિયલ મીડિયામાં આ ફોટા વાયરલ કર્યા હતાં.
5/5
અમરેલીઃ લીલીયા-સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સાવજો સાથે સેલ્ફી લઈ જાતે જ સોશિયલ મીડિયામાં વહેતી કરતા સિંહપ્રેમીઓમાંથી તેમની સામે પગલાં લેવા માંગ ઉઠી છે.