આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા જણાવે છે કે, 'સામાન્ય રીતે લક્ષ્મી પૂજનમાં લોકો ઘરમાં રહેલા પૈસા, ચોપડા, હિસાબોનું પૂજન કરે છે ખરેખર લક્ષ્મી પૂજન એ છે કે તમારા ઘરમાં જે પણ મહિલાઓ છે તેમનું પૂજન કરવું જોઇએ. જે ઘરમાં સ્ત્રી રાજી હોય છે ત્યાં કોઇ દિવસ લક્ષ્મી ખૂટતી નથી. ઘરમાં શાંતિ રહે છે. તેમની પાસે માફી પણ માંગી લેવી. જેનાથી સંયુક્ત ભાવના પણ વધે છે અને સુખ શાંતિ રહે છે.'
3/6
ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાના પત્ની આ પ્રસંગે કહ્યું કે, 'અમારા ઘરમાં વર્ષોથી બધી વહૂઓનું પૂજન કરવામાં આવે છે. જે ઘરમાં મહિલાઓનું પૂજન થતું હોય તેને બીજે ક્યાંય લક્ષ્મી શોધવા જવું નથી પડતું. દીકરી અને વહુ જે ઘરમાં હસ્તી હશે તે ઘરમાં વાસ્તુશાસ્ત્રના કોઇ નિયમ લાગુ પડતા નથી.'
4/6
લોહાણા પરિવારના પતિ પોતાની પત્ની, માતા દીકરીઓની આરતી ઉતારે છે. તેમનું પૂજન અર્ચન કરે છે અને તેના આશિર્વાદ પણ લે છે. આ પરિવારના લોકો પોતાના ઘરમાં રહેતી મહિલાઓને લક્ષ્મીનું રૂપ માને છે. ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાને ત્યાં આ ઉત્સવ ઉજવાય છે.
5/6
જૂનાગઢના લોહાણા પરિવાર વર્ષોથી લગ્ની પૂજનના દિવસે પોતાનામાં ઘરની મહિલાઓની પૂજા કરે છે. તેમનું માનવું છે કે ઘરમાં જે લક્ષ્મી છે તેનું માન જાળવે છે તે લોકોને ક્યારેય દુખ નથી પડતું.
6/6
જૂનાગઢઃ દિવાળીના દિવસે સામાન્ય રીતે લોકો ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરતાં હોય છે પરંતુ જૂનાગઢમાં લક્ષ્મી પૂજનના દિવસે એક પરિવાર પોતાની માતા, દીકરી, પત્ની પૂત્રવધૂનું પૂજન કરે છે.