આ ભારતની સાઉથ આફ્રિકામાં પહેલી વનડે સીરીઝ જીત છે. રોહિતે આમાં મુખ્ય યોગદાન આપ્યું હતું અને પાંચમી વનડેમાં 115 રનોની ઇનિંગ રમી હતી. રોહિતનું આ સાઉથ આફ્રિકામાં પહેલું શતક પણ છે.
2/7
3/7
નોંધનીય છે કે, પોર્ટ એલિઝાબેથમાં પોતાની હાફ સેન્ચુરી જમાવ્યા બાદ રોહિત શર્માએ ફોર્મમાં ચાલી રહેલ કેપ્ટન વિરાટ કોહલીને રન આઉટ કરાવ્યો હતો. 26મી ઓવરના ત્રીજા બોલમાં વિરાટ કોહલી ઝડપથી રન લેવાના પ્રયત્નમાં હતો પરંતુ રોહિતે રન લેવાની ના પાડી. વિરાટ પોતાની ક્રીઝથી ખૂબ જ આગળ નીકળી ગયો હતો અને ફીલ્ડર જેપી ડ્યુમિનીએ અંડર આર્મ થ્રો કરી વિરાટ કોહલીને 36 રન પર આઉટ કર્યો હતો.
4/7
રોહિતે મેચ બાદ કહ્યું, "મારા પહેલા બે ખેલાડી આઉટ થઇ ગયા હતા, એટલે જશ્ન મનાવવાની કોઇ વાત જ ન હતી. એ નિર્ભર કરે છે કે તમારો મૂડ કેવો છે. બે બેટ્સમેનના આઉટ થયા પછી હુ માત્ર પોતાની લયમાં બરકરાર રહેવા માંગતો હતો અને કોઇ જશ્ન મારા મગજમાં ન હતો."
5/7
મંગળવારે રાત્રે રમાયેલી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 73 રનોથી માત આપતા છ વનડે મેચોની સીરીઝમાં 4-1 થી પોતાના નામે કરી લીધી છે.
6/7
ભારતની ઐતિહાસિક જીતમાં મેન ઓફ ધ મેચ બનેલા રોહિત શર્માએ સદી બાદ શાંત જશ્નનું રાજ ખોલી દીધું છે. રોહિતે કહ્યું કે, બે ખેલાડીઓના આઉટ થયા બાદ દબાણ તેના પર આવી ગયું હતું અને તે પોતાની લયને બરકરાર રાખવા માટે ધ્યાન આપવા માંગતો હતો. રોહિતની ભૂલથી કેપ્ટન વિરાટ કોહલી અને અંજિક્યે રહાણે આઉટ થઇ ગયા હતા.
7/7
નવી દિલ્હીઃ ટેસ્ટી સીરીઝ બાદ ચાર વનડેમાં રનો માટે તરસી રહેલા રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે પાંચમી વનડેમાં શાનદાર સદી ફટકારી. રોહિત માટે આ સદી એકદમ ખાસ હતી પણ સદી ફટકાર્યા પછી તે એકદમ શાંત થઇ ગયો હતો.