નોંધનીય છે કે આઇપીએલની ગત સિઝનમાં બંન્ને એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થયા હતા. ત્યારે બંન્નેના અફેરની ચર્ચા ચાલી હતી. જોકે, એક ઇન્ટરવ્યૂમાં નિધિએ આ વાતને અફવા ગણાવી હતી. નિધિએ ટાઇગર શ્રોફ સાથે મુન્ના માઇકલ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. નિધિ હિન્દી સિવાય તેગુલુ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.
2/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલની સાથે પોતાના સંબંધો પર બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નિધિ અગ્રવાલે મૌન તોડ્યું છે. બંન્નેના અફેરની વચ્ચે બંન્ને એકબીજાને સારા ફ્રેન્ડ ગણાવે છે, નિધિના કહેવા પ્રમાણે, બંન્ને કિશોર અવસ્થાથી એકબીજાને ઓળખે છે. તાજેતરમાં જ નિધિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર રાહુલની એક તસવીર પોસ્ટ કરી તેને ભાઇ ગણાવ્યો હતો. નિધિએ રાહુલને ભાઇ ગણાવતા તેમની અફેરની ખબરો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
3/4
મીડિયા સાથેની વાતચીતમાં નિધિએ જણાવ્યું હતું કે, હું અને રાહુલ ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. ત્યારે હું એક્ટ્રેસ નહોતી અને રાહુલ ક્રિકેટર નહોતો. જોકે અમે બેંગ્લોરમાં એક જ કોલેજમાં અભ્યાસ નથી કર્યો પરંતુ અમે અગાઉથી જ એકબીજાના સંપર્કમાં રહીએ છીએ.
4/4
લોકેશ રાહુલ હાલમાં ઇગ્લેન્ડના પ્રવાસ પર છે જ્યારે નિધિ અગ્રવાલ પણ તેલુગુ ફિલ્મ સાવ્યસાચીના શૂટિંગ માટે લંડનમાં છે. જેથી બંન્નેએ થોડો સમય સાથે વિતાવવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટના કહેવા પ્રમાણે, નિધિએ ક્રિકેટર રાહુલ સાથે લંચ કર્યું હતું. તે સિવાય તે ઇગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડે મેચમાં રાહુલને ચિયર કરવા પણ સ્ટેડિયમમાં પહોંચી હતી પરંતુ રાહુલને ટીમમાંથી પડતો મુકતા નિધિએ નિરાશ થવુ પડ્યુ હતું.