શોધખોળ કરો
Advertisement
પૃથ્વી શૉ પર પ્રતિબંધ લાગતા ફરી એક વખત વાયરલ થયું આર્ચરનું 4 વર્ષ જૂનું ટ્વિટ, જાણો કોને લઈ કર્યું હતું ટ્વિટ
જ્યારે ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર પૃથ્વી શૉ પર ડોપિંગના કારણે આઠ મહિનાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે ફરી એક વખત જોફ્રા આર્ચરનું 4 વર્ષ જૂનું ટ્વિટ ચર્ચામાં છે.
નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા સમાપ્ત થયેલા ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાઈનલ દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું જૂનું ટ્વિટ ચર્ચામાં આવ્યું હતું. ગઈકાલે જ્યારે ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર પૃથ્વી શૉ પર ડોપિંગના કારણે આઠ મહિનાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે ફરી એક વખત જોફ્રા આર્ચરનું 4 વર્ષ જૂનું ટ્વિટ ચર્ચામાં છે.
આચર્ચે 2015માં એક ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું 'અનલકી શૉ.' જોકે તેણે આ ટ્વિટ પૃથ્વી શૉને લઈ કર્યું નહોતું પરંતુ ઈંગ્લેન્ડના ફૂટબોલર લ્યૂક શોને લઈ કર્યું હતું. તે સમયે ચેમ્પિયન્સ લીગની એક મેચ દરમિયાન લ્યૂક શો ઘાયલ થયો હતો.
લ્યૂક શૉને લઈ આર્ચરે કરેલા ટ્વિટને પૃથ્વી શૉ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. જેના પર ભારતીય ફેન્સ પણ કહી રહ્યા છે કે, બાબા તમે મારી પણ કુંડળી જોઈ આપો.
આર્ચરના જૂના ટ્વિટ્સ જોઈને દરેક દંગ રહી ગયા છે. તેના ટ્વિટ્સ આજના સમયના હિસાબે બિલકુલ સાચા સાબિત થયા છે.
હાર્દિક પટેલે અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થયા બાદ શું આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
અલ્પેશના જામીન મંજૂર થયા તો પણ પાટીદારોને કેમ ન કરી ઉજવણી, જાણો વિગત
અમદાવાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, વાહનચાલકોને મુશ્કેલી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement