ગઈકાલે મેચ જીત્યા પછી સોશિયલ મીડિયા પર દિનેશ કાર્તિક છવાઈ ગયો હતો. રણવીર સિંહ સહિત અનેક સેલેબ્સ અને ક્રિકેટ ફેન્સે તેના ભરપેટ વખાણ કર્યા હતા.
2/5
અમિતાભે થોડી વાર પછી પોતાની ભૂલ સુધારીને લખ્યું કે, દિનેશ કાર્તિકની માફી માંગવા માંગીશ. અંતિમ બે ઓવરમાં ભારતને 24 નહીં, 34 રનની જરૂર હતી.
3/5
અમિતાભે ટ્વિટમાં લખ્યુ હતું કે, શાનદાર મેચ, ભારતને 2 ઓવરમાં જીત માટે 24 રનની જરૂર હતી અને કાર્તિકે કમાલની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી. ટીમને શુભકામનાઓ.
4/5
નિદાહસ ટ્રોફીની મેચ પછી ટીમ ઈન્ડિયાના વખાણ કરતી વખતે અમિતાભ બચ્ચનથી એક મોટી ભૂલ થઈ ગઈ. પણ પછીથી તેમણે મેન ઓફ ધ મેચ દિનેશ કાર્તિકની માફી પણ માંગી હતી. ઉલ્લેખનીય છે કે કાર્તિકે છેલ્લા બોલમાં છગ્ગો મારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
5/5
નવી દિલ્હીઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. એટલું જ નહીં તે સતત પોતાના ફેન્સને રિપ્લાઈ પણ કરે છે. અમિતાભ બચ્ચને ક્રિકેટ પણ ખૂબ ગમે છે. જ્યારે પણ ટીમ ઇન્ડિયાનો મેચ ચાલતો હોય ત્યારે તે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતાં હોય છે. આવું જ ભારત-બાંગ્લાદેશ ટી20 મેચના ફાઈનલમાં પણ જોવા મળ્યું.