શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ ઝામ્પાએ મેચમાં ત્રણ વિકેટ ઝડપી ભારતમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, જાણો
ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝામ્પાએ ભારત સામેની બીજી વનડે મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

રાજકોટ: ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝામ્પાએ ભારત સામેની બીજી વનડે મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શુક્રવારે રાજકોટમાં સિરીઝની બીજી વનડે મેચમાં ઝામ્પાએ ત્રણ ભારતીય ખેલાડીઓને પોતાના શિકાર બનાવ્યા હતા. જાંપાએ ફરી એક વખત દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાને કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. આ પાંચમી વખત હતુ કે જાંપાએ કોહલીને આઉટ કર્યો હોય. આ સાથે જ તે વિરાટ કોહલીને સૌથી વધુ વખત આઉઠ કરનાર સ્પિનર બની ગયો છે. ઝામ્પાએ વિરાટને ત્યારે આઉટ કર્યો જ્યારે તે ઝડપથી રન બનાવી રહ્યો હતો અને સદી તરફ આગળ વધી રહ્યો હતો. વિરાટને બાદ કરતા ઝામ્પાએ રોહિત શર્મા અને અય્યરની પણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના સ્પિનરે વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. તે હવે ભારતમાં ભારત સામે સૌથી વધુ વિકેટ ઝડપનારો સ્પિનર બની ગયો છે. ઝામ્પાએ અત્યાર સુધીમાં 10 ઈનિંગમાં 19 વિકેટ ઝડપી છે. તેમની સિવાય શ્રીલંકાના મુથૈયા મુરલીધરન અને વેસ્ટ ઈન્ડિઝના કાર્લ હૂપરે 15-15 વિકેટ પોતાના નામે કરી છે.
વધુ વાંચો





















