નાથન લાયનની ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેન આબિદ અલીએ જોરદાર શોટ માર્યો હતો. જે લેગ સાઇડમાં ફિલ્ડિંગ કરતાં રેનશોના હેલમેટ પર વાગ્યો હતો. આ પછી રેનશોએ તેનું હેલ્મેટ ઉતાર્યું અને માથું પકડીને મેદાન પર જ બેસી ગયો. ઘટના પછી આસપાસના ખેલાડીઓ તેની પાસે દોડી આવ્યા અને મદદ કરી.
2/4
રેનશો ઓસ્ટ્રેલિયાની ટીમનો યુવા ઓપનિંગ બેટ્સમેન છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેને આગામી સમયના શાનદાર ક્રિકેટર તરીકે જોઈ રહ્યા છે.
3/4
કેપ્ટન ટિમ પેન અને મેડિકલ સ્ટાફે રેનશોને ઉભા થવામાં મદદ કરી અને તેને આઇસીસી એકેડમી ચેન્જ રૂમમાં લઈ જવાયો.
4/4
દુબઈઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન એ વચ્ચે દુબઈમાં રમાઇ રહેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન મેદાન પર બનેલી ઘટનાને જોઈ કોઈપણ વ્યક્તિના મનમાં ડર બેસી જાય તેમ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ફિલ્ડિંગ કરતી હતી તે દરમિયાન મેટ રેનશોના માથા પર બોલ વાગ્યો અને આ કારણે તે થોડા સમય સુધી મેદાન પર જ બેસી ગયો.