શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ સ્ટાર ક્રિકેટરના લગ્નમાં થઈ બબાલ, ચોરોએ ફોનની ચોરી કરીને પરિવારજનોને ફટકાર્યા ને પછી.....
બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર સૌમ્ય સરકાર 26 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયો હતો. તેણે 19 વર્ષની પૂજા દેબનાથને પોતાની જીવનસાથી બનાવી છે.
ઢાકાઃ બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર સૌમ્ય સરકાર 26 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયો હતો. તેણે 19 વર્ષની પૂજા દેબનાથને પોતાની જીવનસાથી બનાવી છે. સૌમ્ય સરકારની પત્ની પૂજા તેનાથી 9 વર્ષ નાની છે. પૂજા ખુલનાના ટૂટપારાની રહેવાસી છે. તેણે હાલમાં જ ઢાકાની ઇંગ્લિશ મીડિયા સ્કૂલથી ‘ઓ’ સ્તરની પરીક્ષા પાસ કરી છે.
સૌમ્ય અને પૂજાના લગ્ન ખુલના ક્લબમાં થયા હતા. લગ્ન સમારોહમાં ખાસ વીઆઈપી લોકો અને ક્રિકેટર્સ સામેલ રહ્યા હતા. જોકે આ સમારોહ કોઈ અન્ય કારણોથી ચર્ચામાં રહ્યો હતો. જેમાં બંને પરિવાર અસહજ થયા હતા.
સૌમ્ય સરકારના લગ્નમાં ચોર ત્રાટક્યા હતા. ચોરોએ લગ્નમાં ઘુસીને સાત મોબાઈલ ફોન ચોરી કરી લીધા હતા. જેમાં એક ફોન સૌમ્યના પિતાનો પણ હતો. સૌમ્ય અને પૂજાના લગ્ન ખુલનાની ક્લબમાં થયા હતા. એક રિપોર્ટ પ્રમાણે સાત મોબાઇલ ફોન ચોરી થયા હતા. જોકે ચોરને રંગે હાથે પકડી લીધા હતા. આ મામલો એ સમયે બગડ્યો હતો જ્યારે સંદિગ્ધોએ સૌમ્યાના એક સંબધીની પિટાઈ કરી હતી. આ પછી પોલીસે પહોંચીને મામલો સંભાળ્યો હતો. બધાના મોબાઈલ ફોન પણ પાછા મળી ગયા હતા. આ પછી આગળનો સમારોહ સંપન્ન થયો હતો.
આ ઘટનાના કારણે સૌમ્ય સરકારના પરિવારે ક્ષોભજનક સ્થિતિમાં પણ મુકાવું પડ્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે કાર્યક્રમમાં હાજર મીડિયા કર્મીને હંગામાનું કવરેજ કરવાથી રોકવામાં આવ્યા હતા.
સૌમ્ય બાંગ્લાદેશ તરફથી 15 ટેસ્ટમાં 1 સદીની મદદથી 818 રન, 55 વન-ડેમાં 2 સદીની મદદથી 1728 રન અને 48 ટી-20 મેચમાં 803 રન બનાવ્યા છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને ત્રણ સદીની મદદથી 3300થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેના નામે 18 વિકેટ પણ છે. સૌમ્યાએ 2014માં ઝિમ્બાબ્વે સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. માર્ચ મહિનામાં સતત 8 દિવસ સુધી બેંકો રહેશે બંધ, જલદી ખતમ કરી લો તમારા કામ 1 એપ્રિલથી મોંઘા થઈ જશે વોડાફોન આઈડિયાના પ્લાન, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion