શોધખોળ કરો
Advertisement
1 એપ્રિલથી મોંઘા થઈ જશે વોડાફોન આઈડિયાના પ્લાન, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો
કંપની હવે ડેટા તથા કોલ રેટમાં વધારો કરશે તો ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડશે.
નવી દિલ્હીઃ નવા નાણાકીય વર્ષ 1 એપ્રિલ,2020થી વોડાફોન-આઈડિયા તેમના ગ્રાહકોને મોટો ઝટકો આપી શકે છે. કંપની એક એપ્રિલથી ટેરિફ રેટમાં વધારો કરી શકે છે. કંપની 35 રૂપિયા પ્રતિ જીબી મોબાઈલ ડેટાનો રેટ કરવાની વાત કરી રહી છે. જો આમ થશે તો વર્તમાન ભાવમાં આશરે 7થી 8 ટકાનો વધારો થઈ જશે. ઉપરાંત પ્રતિ મિનિટ કોલિંગ રેટ પણ 6 પૈસા થ શકે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કંપનીએ 50 હજાર કરોડથી વધારે રકમની ચુકવણી કરવાની છે. આ કારણે કંપની ઘણી દબાણમાં છે. કંપનીએ સરકારને AGRની રકમ 15 વર્ષમાં ચુકવવા દેવામાં આવે તેવી અરજી કરી છે.
આ ઉપરાંત કંપનીએ ટેક્સ રિફંડ, લાયસન્સ ફિ અને સ્પેક્ટ્રમ ચાર્જમાં ઘટાડો અને ટેરિફની ન્યૂનતમ લિમિટ નક્કી કરવાની પણ માંગ કરી છે. હાલ 4થી 5 રૂપિયા પ્રતિ જીબીના દરથી ઈન્ટરનેટ ઉપલબ્ધ છે. પરંતુ હવે કંપની 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ટેરિફ ચાર્જ વસૂલવા માંગે છે.
વોડાફોન-આઈડિયાએ કહ્યું કે, જે લોકો તેમની સેવા ચાલુ રાખવા માંગે છે તેમના માટે 1 એપ્રિલથી કોલ અને ડેટાના દરમાં વધારો કરવામાં આવશે. આ પહેલા કંપનીએ ડિસેમ્બરમાં પ્રીપેડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. જેની સીધી અસર વપરાશકર્તા પર પડી હતી.
હાલ કંપની પર આશરે 53000 કરોડ રૂપિયાનું બાકી છે અને તેમાંથી કંપનીએ 3500 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. જો કંપની હવે ડેટા તથા કોલ રેટમાં વધારો કરશે તો ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડશે.
ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત
માર્ચ મહિનામાં સતત 8 દિવસ સુધી બેંકો રહેશે બંધ, જલદી ખતમ કરી લો તમારા કામ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion