શોધખોળ કરો
Advertisement
BCCIની CACના સભ્ય બનાવવામાં આવી શકે છે પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર અને મદનલાલને
સુલક્ષણા નાઇકે ટીમ ઇન્ડિયા માટે બે ટેસ્ટ અને 46 વન ડે મેચ રમ્યા છે.ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ 2011માં મહત્વની ભૂમિકા ભજવી હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર અને મદન લાલ બીસીસીઆઈની ક્રિકેટ એડવાઈઝરી કમિટીના સભ્ય બની શકે છે. આ સીએસી 2020થી ચાલ વર્ષના કાર્યકાળ દરમિયાન પસંદગી સમિતિઓની પસંદગી કરશે. આ સમિતિના ત્રીજા સભ્ય મુંબઈની પૂર્વ મહિલા ક્રિકેટર સુલક્ષણા નાઈક હોઈ શકે છે. આ નિમણૂંકની જાણકારી બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે.
આપને જણાવી દઈએ કે સુલક્ષણા નાઇકે ટીમ ઇન્ડિયા માટે બે ટેસ્ટ અને 46 વન ડે મેચ રમ્યા છે.ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ 2011માં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાએ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. જ્યારે મદનલાલની વાત કરીએ તો તેઓ 1983 વર્લ્ડ કપની વિજેતા ભારતીય ટીમમાં સામેલ હતા. આ બન્ને સીનિયર ખેલાડીોએ ટીમ ઇન્ડિયા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. જણાવીએ કે ગંભીરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રાજનીતિમાં એન્ટ્રી કરી અને હાલમાં તે ભાજપ પૂર્વ દિલ્હીના સાંસદ છે.
ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીરે ક્રિકેટથી સંન્યાસ બાદ રાજનીતિમાં એન્ટ્રી કરી અને હાલ તે ભારતીય જનતા પાર્ટી(BJP) તરફથી પૂર્વી દિલ્હીમાં સાંસદ છે. ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ, 147 વન ડે અને 37 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. ગંભીરે 3 ડિસેમ્બર 2018ના રોજ સંન્યાસ લીધો હતો. જ્યારે મદનલાલે ભારત માટે 39 ટેસ્ટ અને 67 વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement