નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેઇલે ઓસ્ટ્રેલિયાના મીડિયા ગ્રુપ પર કરેલા માનહાનિનો કેસ જીતી લીધો છે. ઓસ્ટ્રેલિયન મીડિયામાં જાન્યુઆરીમાં છપાઇ હતી કે 2015ના વર્લ્ડકપ દરમિયાન ક્રિસ ગેઇલ સિડનીમાં મેચ દરમિયાન મસાજથેરાપિસ્ટ સાથે ખરાબ વર્તન કર્યું હતું. ગેઇલ પર આરોપ લાગ્યા હતા કે જ્યારે મસાજથેરાપિસ્ટ તેની મસાજ કરી રહી હતી કે તેમણે તે મહિલા સાથે સેક્સ સંબંધ બાંધવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને તેને પોતાનું ગુપ્તાંગ બતાવી દીધું હતું.
2/4
મસાજ થેરાપિસ્ટ લિએન રસેલે સિડની કોર્ટને જણાવ્યું કે, ગેઇલે તેની સામે ટુવાલ ઉતારી દીધો હતો. ત્યારબાદ તે ખૂબ રડવા લાગી હતી. તે ચેન્જિંગ રૂમમાં ટુવાલ શોધવા ગઇ હતી. જ્યાં અચાનક તેને ગેઇલ મળ્યો હતો. ગેઇલે મને પૂછ્યું હતું કે, તું શું શોધી રહી છે. જવાબમાં મેં કહ્યું કે, ટુવાલ.
3/4
ક્રિસ ગેઇલ સાથે તે સમયે રૂમમાં ડ્વેન સ્મિથ પણ હાજર હતો અને સ્મિથે પણ આ આરોપોને ફગાવ્યા હતા. ન્યૂ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટે આ મામલે ગેઇલના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ચુકાદા બાદ ગેઇલે કહ્યું કે, હું આજે ખુશ છું. હું એક સારો વ્યક્તિ છું અને કોઇ દોષિત નથી.
4/4
ફેરફેક્સ મીડિયા ગ્રુપના અખબારો ધ સિડની મોર્નિગ હેરાલ્ડ, ધ એઝ અને ધ કેનબરા ટાઇમ્સમાં છેલ્લા વર્ષે જાન્યુઆરીમાં સતત આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે ગેઇલે મસાજથેરાપિસ્ટ સાથે ખરાબ વર્તન કર્યું હતું. ગેઇલે આરોપોનો ફગાવી દીધા હતા અને ઓસ્ટ્રેલિયન મીડિયા પર માનહાનિનો કેસ દાખલ કરાવ્યો હતો.