શોધખોળ કરો

રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક

મેડિકલ સ્ટોરમાં કામ કરતા 10 થી 12 પાસ શખ્સોએ ક્લિનિક ખોલી લાખોનો મુદ્દામાલ એકઠો કર્યો, તમામ સામે ગુનો નોંધાયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ SOG એ જિલ્લામાંથી 17 બોગસ ડોકટરોને ઝડપ્યા.
  • તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 10-12 ધોરણ પાસ હોવા છતાં પ્રેક્ટિસ કરતા હતા.
  • આ લોકો કમ્પાઉન્ડર તરીકે શીખી, 25 વર્ષ સુધી ગેરકાયદે સારવાર આપતા હતા.
  • પોલીસે રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.

Rajkot bogus doctor: રાજકોટ જિલ્લામાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય અને ગરીબ લોકોના અમૂલ્ય આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી ડૉક્ટરો પર પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સપાટો બોલાવીને એકસાથે કુલ 17 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે.

પોલીસની સઘન તપાસમાં જાણવા મળ્યું છે કે આ નકલી ડૉક્ટરો ગામડાં અને નાના શહેરોમાં પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યા હતા. ગ્રામ્ય SOG દ્વારા પાટણવાવમાંથી 2, જસદણમાંથી 3, તેમજ જેતપુર તાલુકા, શાપર અને જેતપુર શહેરમાંથી 2-2 બોગસ તબીબોને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત કોટડાસાંગાણી, મેટોડા GIDC, પડધરી અને ગોંડલ તાલુકામાંથી પણ 1-1 નકલી ડૉક્ટર ઝડપાયો છે.

માત્ર 10 કે 12 ચોપડી પાસ અને બની ગયા ડૉક્ટર!

જ્યારે પોલીસે આ પકડાયેલા શખ્સોની શૈક્ષણિક લાયકાત અંગે ઝીણવટભરી પૂછપરછ કરી ત્યારે જે હકીકત સામે આવી તે ખરેખર ડરામણી હતી. ઝડપાયેલા કુલ 17 આરોપીઓમાંથી 3 શખ્સો તો માત્ર 10 ધોરણ જ પાસ છે. જ્યારે અન્ય 3 જણા 11 ધોરણ પાસ અને 8 શખ્સો માત્ર 12 ધોરણ પાસ હોવાનો મોટો ખુલાસો થયો છે. પકડાયેલા લોકોમાંથી માત્ર 3 જણા જ સામાન્ય ગ્રેજ્યુએટ થયેલા છે.

આ તમામ લેભાગુ લોકો અગાઉ કોઈને કોઈ મેડિકલ સ્ટોર, નાની હોસ્પિટલ કે અન્ય ક્લિનિકમાં કમ્પાઉન્ડર અથવા સહાયક તરીકે કામ કરતા હતા. ત્યાંથી દવાઓ વિશે થોડું ઘણું જોઈ-જાણીને તેમણે પોતાના સ્વતંત્ર ક્લિનિક ખોલી નાખ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંનો એક બોગસ તબીબ છેલ્લા 25 વર્ષથી અને બીજો એક 20 વર્ષથી ગેરકાયદે પ્રેક્ટિસ કરતો હતો, જ્યારે બાકીના 1 થી 7 વર્ષથી લોકોની સારવારના નામે છેતરપિંડી કરતા હતા.

3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, મેડિકલ એક્ટ હેઠળ કાર્યવાહી

કોઈપણ જાતના યોગ્ય તબીબી જ્ઞાન વગર એલોપેથી દવાથી લોકોની સારવાર કરતા આ શખ્સો પાસે સરકાર માન્ય કોઈ સર્ટિફિકેટ કે લાયસન્સ ન હતું. દર્દીઓને તપાસવા માટે જરૂરી કોઈ એલોપેથિક મેડિકલ ડિગ્રી પણ તેમની પાસે ન હતી. SOG ની ટીમે આ તમામ ક્લિનિકો પર અચાનક દરોડા પાડીને દવાઓ, ઇન્જેક્શન અને અન્ય મેડિકલ સાધનો મળીને કુલ 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોતાના આર્થિક ફાયદા માટે ગ્રામ્ય વિસ્તારોમાં અબુધ લોકોને ભોળવીને તેમના જીવને ભારે જોખમમાં મૂકનાર આ તમામ 17 આરોપીઓ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ કડક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા તત્ત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે રમત ન કરી શકે.

Frequently Asked Questions

રાજકોટ જિલ્લામાંથી કેટલા નકલી ડૉક્ટરોને પકડવામાં આવ્યા છે?

રાજકોટ ગ્રામ્ય SOG ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ 17 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. તેઓ ગામડાં અને નાના શહેરોમાં પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યા હતા.

પકડાયેલા નકલી ડૉક્ટરોની શૈક્ષણિક લાયકાત શું હતી?

ઝડપાયેલા 17 આરોપીઓમાંથી ઘણા ફક્ત 10, 11 કે 12 ધોરણ પાસ હતા. માત્ર 3 જણા જ સામાન્ય ગ્રેજ્યુએટ હતા, તેમની પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હતી.

આ નકલી ડૉક્ટરો કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા અને કેવી રીતે શરૂઆત કરી?

કેટલાક 20-25 વર્ષથી તો કેટલાક 1 થી 7 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. તેઓ અગાઉ મેડિકલ સ્ટોર કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરીને દવાઓ વિશે જોઈ-જાણીને સ્વતંત્ર ક્લિનિક ખોલ્યા હતા.

નકલી ડૉક્ટરો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે?

તમામ 17 આરોપીઓ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ કડક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તેમના ક્લિનિક્સ પરથી 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

Advertisement

ટોપ સ્ટોરી

'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
Embed widget