શોધખોળ કરો
Advertisement
ખેલાડીઓની પત્ની અને ગર્લફ્રેન્ડનો હિસાબ પણ રાખશે કોહલી અને શાસ્ત્રી, જાણો કેમ
રશાસકોની સમિતિના આ નિર્ણયથી માત્ર BCCIના અધિકારી જ નહીં પણ લોઢા પેનલના સભ્યો પણ આશ્ચર્યમાં મુકાયા છે.
નવી દિલ્હીઃ બીસીસીઆઈનું કામકાજ જોવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સીઓએએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી પાસે વિદેશી પ્રવાસ દરમિયાન ટીમના સભ્યોની પત્નીઓ અને ગર્લફ્રેન્ડના પ્રવાસને લઈને વિગતો આપવા કહ્યું છે.
પ્રશાસકોની સમિતિના આ નિર્ણયથી માત્ર BCCIના અધિકારી જ નહીં પણ લોઢા પેનલના સભ્યો પણ આશ્ચર્યમાં મુકાયા છે. હકીકતમાં વિદેશપ્રવાસ પર જતી ટીમના સભ્યોની પત્ની કે પ્રેમિકાની યાત્રાને પરવાનગી આપવી કે નહીં એ નક્કી કરવાનો અધિકાર પહેલાં BCCIના હાથમાં હતો. હવે આ અધિકાર કોચ અને કેપ્ટનના હાથમાં આવ્યો છે. પત્ની કે પ્રેમિકા ક્રિકેટરની સાથે હોય છે ત્યારે તેના દેખાવ પર પણ એની અસર પડે છે.
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે વિદેશપ્રવાસમાં કેપ્ટન અને કોચને તેમની પત્ની કે પ્રેમિકાને સાથે લઈ જવા દેવાનો નિર્ણય સ્પષ્ટરૂપે હિતોના ટકરાવનો મુદ્દો હતો. એમના દ્વારા એવા કેટલાય નિર્ણયો લેવામાં આવ્યા છે જે ના માત્ર બીસીસીઆઈના નવા બંધારણનું સંપૂર્ણ રીતે ઉલ્લંઘન કરે છે, પણ લોઢા પેનલ સમિતિના રિપોર્ટનું પણ ઉલ્લંઘન કરે છે. જોકે હવે જોવાનું રસપ્રદ રહેશે કે લોકપાલ ડી. કે. જૈન આ મુદ્દે કેવું વલણ અપનાવે છે.
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર. એમ. લોઢાએ કહ્યું હતું કે આ મુદ્દે હું શું કહું? આ મુદ્દે નિર્ણય લેવા માટે લોકપાલ છે. દરેક જણ લોઢા પેનલના પ્રસ્તાવોની વ્યાખ્યા પોતાની રીતે કરે છે. અમારા પ્રસ્તાવ બંધારણને અનુરૂપ છે. હવે કોઈ મામલો ઊઠે તો એના પર નિર્ણય લોકપાલ ડી. કે. જૈને લેવાનો રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement