શોધખોળ કરો
Advertisement
પત્નીએ શેર કરી એવી તસવીર કે આ ભારતીય ક્રિકેટરે કોમેન્ટ કરી કહ્યું- બંધ કરો આ બધું!
અશ્વિન સ્કૂલ સમયથી જ ત્રિશાને ખૂબ પસંદ કરે છે અને તે સમય તેને ત્રિશાના નામથી એક ફેન ક્લબ પણ શરૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પોતાની પત્ની પૃથીની એક તસવીરને એટલો ચીડાઈ ગયો કે તેણે સોશિયલ મીડિયા પર જ પત્નીની પોસ્ટ પર અજીબોગરીબ કમેન્ટ કરી. અશ્વિનની પત્ની પૃથીએ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ ત્રિશાની સાથે એક તસવીર ટ્વિટર પર શેર કરી અને તેમાં અશ્વિનને પણ ટેગ કર્યો.
સૂત્રોનું માનીએ તો અશ્વિન ત્રિશાનો મોટો ફેન છે. તે સ્કૂલ સમયથી જ ત્રિશાને ખૂબ પસંદ કરે છે અને તે સમય તેને ત્રિશાના નામથી એક ફેન ક્લબ પણ શરૂ કર્યું હતું. તેથી જ્યારે અશ્વિનની પત્નીએ તેની ફેવરેટ એક્ટ્રેસ સાથે સેલ્ફીની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી તો અશ્વિનથી રહેવાયું નહીં અને તેણે પણ રમૂજી અંદાજમાં કોમેન્ટ કરી લખ્યું કે,‘મારી મશ્કરી કરવાનું બંધ કરો મને આ બધુ સહન થતું નથી.’
ઉલ્લેખનીય છે કે વેસ્ટઈન્ડીઝ ખાતે રમાયેલ બન્ને ટેસ્ટ મેચમાં અશ્વિનને તક મળી નહોતી. તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને ટીમમાં એવામાં આવ્યો હતો. જોકે આ વિશે સવાલ ઉભા થતા કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે રવિન્દ્ર જાડેજાની બેટિંગમાં ઘણો સુધારો થયો છે અને તે સપાટ પિચ પર સારી બોલિંગ કરે છે. ઉપરાંત જાડેજા સારો ફિલ્ડર પણ છે.Can’t handle this anymore.. stop it .. will you @prithinarayanan
— Ashwin Ravichandran (@ashwinravi99) August 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement