શોધખોળ કરો
Advertisement
IND V ENG: પ્રથમ દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 311/4, જો રૂટના 124
રાજકોટઃ ઈંગ્લેંડના ખેલાડી જો રૂટના 124 અને મોઇન અલીના અણનમ 99 રનની મદદથી ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈંડિયા વિરૂદ્ધ પ્રથમ દિવસના અંતે 4 વિકેટે 311 રન બનાવ્યા હતા. મોઇન અલી 99 રન તેમજ બેન સ્ટોક્સ 19 રને અણનમ રહ્યાં હતા.ઇંગ્લેન્ડના બેટ્સમેનો સામે ભારતીય બોલર નબળા સાબિત થયા હતા. જો રૂટે કારકિર્દીની 11મી ટેસ્ટ સદી ફટકારી હતી. જો રૂટ અને મોઇન અલી વચ્ચે ચોથી વિકેટ માટે 179 રનની ભાગીદારી નોધાઇ હતી.ભારત તરફથી અશ્વિને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવ અને જાડેજાને 1-1 સફળતા મળી હતી.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ રાજકોટ ટેસ્ટમાં સીરીઝની શરૂઆત ઇંગ્લેન્ડ સામે ટોસ હારીને કરી. ટોસ જીત્યા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડની બેટિંગ માટે ઉતરી. કોહલી પ્રથમ વઘત ઘરેલુ ટેસ્ટમાં ટોસ હાર્યા હતો. ઇંગ્લેન્ડે પ્રથમ લંચ સુધીમાં 3 વિકેટ ગુમાવીને 100 રન બનાવ્યા હતા. આ સેશનમાં અશ્વિને 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement