શોધખોળ કરો

1983 World Cup Win: ટીમ ઇન્ડિયાએ 40 વર્ષ પહેલા આજના દિવસે જ કર્યો હતો કમાલ, તોડ્યો હતો વેસ્ટ ઇન્ડિઝનો ઘમંડ

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 25 જૂનનો દિવસ ખૂબ જ ખાસ દિવસ છે. 40 વર્ષ પહેલા એટલે કે, વર્ષ 1983માં આ દિવસે ભારતીય ક્રિકેટ ટીમ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી

Team India 1983 World Cup: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 25 જૂનનો દિવસ ખૂબ જ ખાસ દિવસ છે. 40 વર્ષ પહેલા એટલે કે, વર્ષ 1983માં આ દિવસે ભારતીય ક્રિકેટ ટીમ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ક્રિકેટના મક્કા એવા લોર્ડ્સમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 43 રને શાનદાર જીત મેળવીને વર્લ્ડકપ જીત્યો હતો. આ સુવર્ણ યાત્રા દરમિયાન કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ટીમે અપેક્ષાઓથી વિપરીત પ્રદર્શન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી દિગ્ગજ ટીમોને હરાવી હતી.

શ્રીકાંતે બનાવ્યા સૌથી વધુ રન - 
1983ના વર્લ્ડકપની ફાઇનલમાં એકબાજુ સતત બેવાર ટાઇટલ જીતનારી વેસ્ટ ઇન્ડિઝની ટીમ તો બીજીબાજુ છેલ્લી બે વર્લ્ડકપ (1975, 1979)માં ખરાબ પ્રદર્શન કરનાર ભારતીય ટીમ હતી. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટૉસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું અને 54.4 ઓવરમાં માત્ર 183 રન બનાવ્યા (તે સમયે ODI 60 ઓવરની હતી). ભારત તરફથી કૃષ્ણમાચારી શ્રીકાંતે સૌથી વધુ 38 રન બનાવ્યા, જે પછીથી ફાઈનલનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કૉર સાબિત થયો.

વિન્ડીઝ જેવી મજબૂત ટીમ માટે 184 રન કોઈ મોટું લક્ષ્ય નહોતું, પરંતુ ફાસ્ટ બૉલર બલવિંદર સિંહ સંધુએ માત્ર એક રનમાં ગૉર્ડન ગ્રીનિજને બૉલ્ડ કરીને ભારતને જબરદસ્ત સફળતા અપાવી હતી. જોકે આ પછી વિવિયન રિચર્ડ્સે ફાસ્ટ બેટિંગ કરતા 33 રન બનાવ્યા હતા. મદનલાલ વિવ રિચર્ડ્સને પણ ચાલતો કર્યો હતો. 

કપિલ દેવે પકડ્યો અદભૂત કેચ - 
રિચર્ડ્સે અચાનક મિડ-વિકેટ તરફ બૉલ પર ઉંચો શૉટ ફટકાર્યો હતો. કપિલે તેની પીઠબાજુએ લાંબી દોડ લગાવીને અદબૂત કેચ પકડ્યો હતો. વિન્ડીઝે 57ના સ્કૉર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. આ કિંમતી વિકેટ સાથે ભારતીય ટીમનો ઉત્સાહ બમણો થઈ ગયો. રિચર્ડ્સના આઉટ થયા બાદ વિન્ડીઝનો દાવ આગળ વધી શક્યો નહોતો. આખરે આખી ટીમ 52 ઓવરમાં 140 રનમાં સમેટાઈ ગઈ હતી.

છેલ્લી વિકેટ તરીકે માઈકલ હૉલ્ડિંગની વિકેટ પડી અને લૉર્ડ્સનું મેદાન ભારતની જીતની ઉજવણીમાં ફેરવાઇ ગયુ ગયું. ફાઇનલમાં ભારતના મદન લાલે 31 રનમાં ત્રણ વિકેટ, મોહિન્દર અમરનાથે 12 રનમાં ત્રણ વિકેટ અને સંધુએ 32 રનમાં બે વિકેટ લઈને ક્લાઈવ લૉઈડના પડકારને પણ ઝીલ્યો, સેમિફાઇનલ પછી મોહિન્દર અમરનાથ ફાઇનલમાં તેના ઓલરાઉન્ડર પ્રદર્શન (26 રન અને 3 વિકેટ) માટે 'મેન ઓફ ધ મેચ' પણ બન્યો હતો.

11 વાર આઇસીસી ફાઇનલમાં પહોંચી ચૂકી છે ટીમ ઇન્ડિયા - 
1983 ક્રિકેટ વર્લ્ડકપની ઐતિહાસિક સફળતાએ ભારતીય ક્રિકેટને એક નવી દિશા આપી. તે વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ કુલ 11 વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુવાર ફાઇનલમાં પહોંચવાની બાબતમાં ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા (12) પછી બીજા ક્રમે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Embed widget