શોધખોળ કરો

દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

ડિસેમ્બર મહિનામાં ઠંડીની અસર દેખાવા લાગી છે. પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે.

ડિસેમ્બર મહિનામાં ઠંડીની અસર દેખાવા લાગી છે. પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. ઠંડા પવનોને કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં તાપમાનમાં ઝડપથી ઘટાડો થયો છે. ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઠંડીના કારણે બાળકો અને વૃદ્ધો ઘરની બહાર નીકળી રહ્યા નથી. 

હવામાન વિભાગની આગાહી અનુસાર,  ઉત્તર ભારત કોલ્ડ વેવ અને ધુમ્મસથી પ્રભાવિત થશે, જ્યારે દક્ષિણ ભારતના ઘણા રાજ્યો વરસાદની આગાહી છે. કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર, તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13, 16, 17 અને 18 ડિસેમ્બરે તમિલનાડુ અને પુડુચેરીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 13, 17 અને 18 ડિસેમ્બરે કેરળમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 17 અને 18 ડિસેમ્બરે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં, 17 ડિસેમ્બરે દક્ષિણ આંતરિક કર્ણાટકમાં, 13 ડિસેમ્બરે લક્ષદ્વીપમાં અને 13-15 ડિસેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે.

દિલ્હી-NCRમાં કેવું રહેશે હવામાન ?

દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે શિયાળાની અસરમાં નોંધપાત્ર વધારો થયો છે. દિલ્હીમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો છે. લોકો ઠંડીથી બચવા નાઈટ શેલ્ટર અને તાપણાનો આશરો લેતા જોવા મળે છે. ગુરુવારે છેલ્લા ત્રણ વર્ષમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ હતો. લઘુત્તમ તાપમાન ઘટીને 4.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે દિલ્હી-એનસીઆરમાં વિવિધ સ્થળોએ મુખ્યત્વે સ્વચ્છ આકાશ અને શીત લહેર સ્થિતિ રહેશે.

વહેલી સવારે ધુમ્મસની સંભાવના છે, ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવનની ઝડપ બપોરે 14 કિમી પ્રતિ કલાકથી ઓછી થઈ જશે. આ પછી, ઉત્તર-પશ્ચિમ દિશાથી પવનની ગતિ સાંજ અને રાત્રે 8 કિમી પ્રતિ કલાકથી ઓછી થઈ જશે. સાંજ અને રાત્રે ધુમ્મસની શક્યતા છે.

ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થયો 

ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની આગાહી કરી છે અને તે પછી કોઈ ખાસ ફેરફાર નહીં થાય. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.  પશ્ચિમ ભારતમાં આગામી 5 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget