શોધખોળ કરો
Advertisement
ગિલક્રિસ્ટે ભારતીય ક્રિકેટરો સૈની-સિરાજ અંગે શું મોટો લોચો મારી દીધો કે પછી બંનેની માગી માફી ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર રહલે એડમ ગિલક્રિસ્ટે ઓનએર કૉમેન્ટ્રીમાં લોચો મારી દીધો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર રહલે એડમ ગિલક્રિસ્ટે ઓનએર કૉમેન્ટ્રીમાં લોચો મારી દીધો હતો. ગિલક્રિસ્ટે કૉમેન્ટ્રી દરમિયાન કહ્યું કે ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ આ મહીનાની શરૂઆતમા પોતાના પિતાને ગુમાવ્યા હતા, પરંતુ હકીકતમાં તે મોહમ્મદ સિરાજ હતો જેણે પોતાના પિતાને ગુમાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું હતું અને ઓસ્ટ્રેલિયામાં હોવાના કારણે સિરાજ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહોતો થઈ શક્યો.
ભારતના ક્રિકેટ ફેન્સ ટ્વિટર પર ગિલક્રિસ્ટને તેની ભૂલ વિશે જણાવી રહ્યા હતા. ગિલક્રિસ્ટે જવાબમાં સિરાજ અને સૈની બંનેની માફી માંગવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો.
એક ટ્વિટના જવાબમાં, ગિલક્રિસ્ટે લખ્યું, હાં, ધન્યવાદ. મને લાગે છે કે મારા મેન્શન કરવામાં ભૂલ થઈ હતી. મારી ભૂલ માટે નવદીપ સૈની અને મોહમ્મદ સિરાઝ બંનેની માફી માંગુ છું.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા છ વિકેટ પર 374 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ આઠ વિકેટ પર 308 રન બનાવ્યા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 90 રન બનાવ્યા. ભારતને પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રાઇમ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion