શોધખોળ કરો
2022 સુધી ટાળવામાં આવશે T-20 વર્લ્ડકપ ? ICC એ શું કરી સ્પષ્ટતા, જાણો વિગતે
ગુરુવારે થનારી બેઠક દરમિયાન ટી-20 વિશ્વકપને સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવે તેવી પૂરી સંભાવના છે.

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારો ટી-20 વર્લ્ડકપ 2022 સુધી ટાળવામાં આવી શકે છે. જોકે હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ ICC સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના સંક્ટને જોતા વીડિયો કોન્ફરન્સ દ્વારા આવતીકાલે થનારી બેઠકમાં આ ફેંસલા પર મહોર મારવામાં આવી શકે છે. ICC બોર્ડના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, ગુરુવારે થનારી બેઠક દરમિયાન ટી-20 વિશ્વકપને સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવે તેવી પૂરી સંભાવના છે. પરંતુ તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે કે નહીં તે સવાલ છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં ટી-20 વર્લ્ડકપને આયોજનની નહીંવત સંભાવના છે. મને નથી લાગતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કે અન્ય ક્રિકેટ બોર્ડને આનાથી પરેશાની હોય.
આ નિવેદન બાદ આઈસીસી પ્રવક્તા તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે, આઈસીસીએ ટી-20 વર્લ્ડકપ સ્થગિત કરવાનો નિર્ણય લીધો નથી. પ્લાનિંગ પ્રમાણે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટુર્નામેન્ટના આયોજનની તૈયારી થઈ રહી છે. આ વિષય કાલે આઈસીસી બોર્ડની બેઠકના એજન્ડામાં છે અને તેના પર યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષે રમાનારા ટી-20 વિશ્વકપને 2022 સુધી સ્થગિત કરવા અને ઓક્ટોબરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને ઔપચારિક રૂપ આપવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ICC has not taken a decision to postpone the T20 World Cup and preparations are ongoing for the event in Australia this year, as per plan. The topic is on the agenda for ICC Board meeting tomorrow and a decision will be made in due course: ICC spokesperson https://t.co/y8ReAQdrQL
— ANI (@ANI) May 27, 2020
વધુ વાંચો




















