Ashes 2023 : ઈંગ્લેન્ડની ટીમનો કોચ બ્રેંડમ મેક્કુલમ ચાલુ મેચે બન્યો વિચિત્ર ઘટનાનો શિકાર
હેડિંગ્લે ખાતે રમાઈ રહેલી આ ત્રીજી ટેસ્ટમાં એક આશ્ચર્યજનક ઘટના સામી આવી હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમને એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
Brendon McCullum At Headingley Stadium: ક્રિકેટની સૌથી હાઈપ્રોફાઈલ ક્રિકેટ શ્રેણીમાંની એક એવી એશિઝ કે હાલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. પરંતુ હેડિંગ્લે ખાતે રમાઈ રહેલી આ ત્રીજી ટેસ્ટમાં એક આશ્ચર્યજનક ઘટના સામી આવી હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમને એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમને જ હેડિંગ્લે સ્ટેડિયમની અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સમયે બ્રેન્ડન મેક્કુલમ તેની સાથે એક્સેસ પાસ લેવાનું ભૂલી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્સેસ કાર્ડ પોતાની પાસે ના હોવાથી ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે હેડિંગલી સ્ટેડિયમની અંદર પ્રવેશવા દેવામાં આવ્યો નહોતો.
હેડિંગ્લે સુરક્ષાકર્મીઓએ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચને સ્ટેડિયમમાં પ્રવેશવા ના દીધો
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે બ્રેન્ડન મેક્કુલમ દ્વારા લઈ જવામાં આવેલ એક્સેસ પાસ યોગ્ય નહોતો. જેથી સુરક્ષાકર્મીઓએ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચને સ્ટેડિયમની અંદર પ્રવેશવા જ નહોતો દીધો.સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે, સુરક્ષાકર્મીઓ બ્રાન્ડન મેક્કુલમને જ ઓળખી શક્યા નહોતા. ત્યાર બાદ બ્રેન્ડન મેક્કુલમને સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ઘણો સમય ઉભા રહીને રાહ જોવી પડી હતી. જો કે, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ ઘટનાને લઈ બ્રાન્ડન મેક્કુલમ ભારે રોષે ભરાયો હતો અને સ્ટેડિયમની બહાર નિકળી ગયો હતો.
Brendon McCullum Denied Entry to Headingly After Guard Fails to Recognise Him: Report [News18] pic.twitter.com/Gyu67BT2DE
— Don Cricket 🏏 (@doncricket_) July 8, 2023
બ્રેન્ડન મેક્કુલમ સ્ટેડિયમની બહાર નીકળી ગયો...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે ડ્યૂટી પર રહેલા સુરક્ષાકર્મીઓ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમને ઓળખી શક્યા નહોતા. જો કે, આ દરમિયાન સંબંધિત સુરક્ષાકર્મીઓએ તેમના ઉપરી અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તો નારાજ બ્રેન્ડન મેક્કુલમ સ્ટેડિયમમાંથી બહાર નીકળી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0થી પાછળ છે. પ્રથમ બે ટેસ્ટમાં યજમાન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ હેડિંગ્લેમાં રમાઈ રહી છે.