PAK vs AFG: એશિયા કપ (Asia Cup)ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલકા સામે હાર્યા બાદ ટીમ ઇન્ડિયા (Team India) ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની કગાર આવીને ઉભી છે. જો હવે ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચવુ છે તો તેને પોતાની છેલ્લી મેચ દરેક સ્થિતિમાં જીતવી જ પડશે. આની સાથે જ અન્ય મેચોના પરિણામ પર પણ નિર્ભર રહેવુ પડશે. જો આજની મેચમાં પાકિસ્તાન (Pakistan)ની ટીમ અફઘાનિસ્તાન (Afghanista)ને હરાવી દે છે, તો વાત અહીંયા જ ખતમ થઇ જશે કેમ કે આ સ્થિતિમાં પાકિસ્તાન અને શ્રીલંકા ફાઇનલમાં પહોંચી જશે.
એશિયા કપ 2022 ની સુપર-4ની હવે ત્રણ મેચો બાકી છે. આજે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાવવાની છે. આ પછી ભારત અને અફઘાનિસ્તાન ટકરાશે. ટીમ ઇન્ડિયાને જો ફાઇનલમાં પહોંચવુ છે તો સૌથી પહેલા આજની મેચમાં અફઘાનિસ્તાનની જીત જરૂરી રહેશે. આ પછી ટીમ ઇન્ડિયાએ આગામી મેચમાં અફઘાનિસ્તાનને હરાવવુ પડશે. છેલ્લે ભારતને એ પણ દુઆ કરવી પડશે કે શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને હરાવી દે.
ટીમ | મેચ | જીત | હાર | પૉઇન્ટ્સ | નેટ રનરેટ |
શ્રીલંકા | 2 | 2 | 0 | 4 | 0.351 |
પાકિસ્તાન | 1 | 1 | 0 | 2 | 0.126 |
ભારત | 2 | 0 | 2 | 0 | -0.125 |
અફઘાનિસ્તાન | 1 | 0 | 1 | 0 | -0.589 |
અત્યારે, સુપર-4 માં શ્રીલંકા પોતાની બન્ને મેચ જીતીને સુપર-4 ટેબલમાં પહેલા નંબર પર છે, અને ફાઇનલમાં પહોંચવાની એકદમ નજીક છે, વળી પાકિસ્તાનની ટીમ ભારતને માત આપીને બીજા નંબર પર છે. અહીં ભારત પોતાની બન્ને મેચો ગુમાવી ચૂકી છે અને અફઘાન ટીમ પણ શ્રીલંકા સામે હાર ચૂકી છે. આવી સ્થિતિમાં આજે અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાનને હરાવી દે છે, અને ભારત સામે હારી જાય છે, તથા શ્રીલંકા પણ પાકિસ્તાનને હરાવી દે છે, તો ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાની સુપર-4માં એક-એક જીત અને બે-બે હાર થઇ જશે. આવામાં નેટ રનરેટના આધાર પર એક ટીમ ફાઇનલમાં પહોંચશે. એટલે કે જો ભારતીય ટીમ અફઘાનિસ્તાન પર મોટા અંતરથી જીતે છે, તો તેને ફાઇનલમાં પહોંચવાની સંભાવના વધી જશે. જો આમાંથી એકપણ સમીકરણ ખોટુ નીકળે છે તો ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે.
આ પણ વાંચો............
Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી
Asia Cup 2022: હવે ભારતની ફાઈનલની ટિકિટ પાકિસ્તાનના ભરોસે? ભારત માટે હવે એશિયા કપમાં આટલી છે તક