IND vs SL: એશિયા કપની ફાઈનલમાં સિરાજે રચ્યો ઈતિહાસ, ભારતના ક્રિકેટ ઈતિહાસમાં કોઈ નથી કરી શક્યું આવું કારનામું
Mohammed Siraj Complete 50 ODI Wicket: ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં બોલથી તબાહી મચાવી હતી.
Mohammed Siraj Complete 50 ODI Wicket: ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં બોલથી તબાહી મચાવી હતી. સિરાજે આ મેચમાં પોતાની બીજી ઓવરમાં 4 વિકેટ લઈને ODI ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી હતી. આ સાથે સિરાજ હવે ODI ઈતિહાસમાં સૌથી ઝડપી બોલના મામલે આ આંકડા સુધી પહોંચનાર ભારતનો પ્રથમ અને વિશ્વ ક્રિકેટનો બીજો સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે.
The Ronaldo celebration by Siraj.
What a spell. Siraj on fire.....!!!! pic.twitter.com/n8WvJrccUl— Johns. (@CricCrazyJohns) September 17, 2023
મોહમ્મદ સિરાજે ODI ફોર્મેટમાં પોતાની 50 વિકેટ પૂરી કરવા માટે 1002 બોલની સફર કરી. આ કિસ્સામાં, શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિન બોલર અજંતા મેન્ડિસ, જે નંબર-1 સ્થાન પર હતો, તેણે 847 બોલમાં પોતાની 50 વનડે વિકેટ પૂરી કરી હતી. સિરાજે તેની 50મી વનડે વિકેટ ચરિથ અસલંકાના રૂપમાં મેળવી હતી.
એક ઓવરમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર
શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે બોલ વડે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. આ સાથે તે હવે પ્રથમ ભારતીય બોલર બની ગયો છે જેણે 1 ઓવરમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ મેચમાં સિરાજે 7 ઓવરમાં માત્ર 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ મેચમાં શ્રીલંકા માત્ર 50 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.
The historical over of Mohammad Siraj.....!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023
4 wickets in a single over. pic.twitter.com/aMd3cihLso
ODIમાં 2002 બાદ પ્રથમ વખત મોહમ્મદ સિરાજ પ્રથમ 10 ઓવરમાં 5 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો છે. આ પહેલા વર્ષ 2003માં જવાગલ શ્રીનાથે શ્રીલંકા સામેની મેચમાં પ્રથમ 10 ઓવરમાં 4 વિકેટ, વર્ષ 2013માં ભુવનેશ્વર કુમારે શ્રીલંકા સામે અને વર્ષ 2022માં જસપ્રિત બુમરાહે પ્રથમ મેચમાં 10 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 50 રનના સ્કૉર પર ઓલઆઉટ કરી દીધું છે. આ સાથે જ ભારતને ફાઇનલમાં જીતવા અને એશિયા કપ ચેમ્પિયન બનવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો છે. મોહમ્મદ સિરાજે ભારત માટે ખતરનાક બૉલિંગ કરી હતી. તેને 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. સિરાજે મેડન ઓવર પણ ફેંકી હતી. હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ લીધી હતી.