Asia Cupમાં એકદમ મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરશે ભારત, આ 15 ખેલાડીઓને મળશે મોકો
એક રિપોર્ટ પ્રમાણે બૉર્ડે આ ટૂર્નામેન્ટમાં સૌથી મજબૂત ટીમને મેદાનમાં ઉતારવાની વાત કરી છે.
Team India Asia Cup 2023: એશિયન ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એટલે કે એશિયા કપ આ મહિનાથી જ શરૂ થઇ રહ્યો છે. 2023ના એશિયા કપમાં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. હજુ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. આ પહેલા જાણી લો કે 2023ના એશિયા કપમાં ભારતની 15 સભ્યોની ટીમ કેવી રહી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે બૉર્ડે આ ટૂર્નામેન્ટમાં સૌથી મજબૂત ટીમને મેદાનમાં ઉતારવાની વાત કરી છે.
કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની વાપસીથી મીડિલ ઓર્ડર મજબૂત થશે -
કેએલ રાહુલ 2023 એશિયા કપ માટે પુરેપુરો રીતે ફિટ થઈ ગયો છે, અને હવે તે સિલેક્શન માટે પણ અવેલેબલ છે. બીજીબાજુ શ્રેયસ અય્યર 21 ઓગસ્ટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ભારતીય કેમ્પનો ભાગ બનશે. આ ઉપરાંત તે પ્રેક્ટિસ મેચ પણ રમશે. એવું માનવામાં આવે છે કે આ બંને ખેલાડીઓ એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં હશે.
બુમરાહ ફાસ્ટ બૉલિંગ વિભાગને કરશે લીડ, સાથે હશે આ યુવા બૉલરો -
જો એશિયા કપ માટે ભારતીય ફાસ્ટ બૉલરોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહના કમબેકથી આ વિભાગ ખૂબ જ મજબૂત બની જશે. આ ટૂર્નામેન્ટ માટે ઉમરાન મલિક અને મોહમ્મદ શમીમાંથી કોઈ એકને 15 સભ્યોની ટીમમાં સ્થાન મળી શકે છે. વળી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર અન્ય ફાસ્ટ બૉલર હશે. આ સાથે હાર્દિક પંડ્યા પણ આ લોકોના સપોર્ટમાં અવેલેબલ છે.
સ્પિન વિભાગની વાત કરીએ તો કુલદીપ યાદવની સાથે યુઝવેન્દ્ર ચહલની પણ 15 સભ્યોની ટીમમાં પસંદગી નિશ્ચિત છે. આ સાથે જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ત્રીજો સ્પિનર હશે. 15 સભ્યોની ટીમમાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં બે ઓલરાઉન્ડર હશે.
2023 એશિયા કપ માટે ભારતની સંભવિત 15-સભ્યોની ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત, ઈશાન કિશન (રિઝર્વ વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ અને ઉમરાન મલિક.