Nepal in Asia Cup: નેપાળે ઇતિહાસ રચ્યો, એશિયા કપ 2023 માટે ક્વૉલિફાય કર્યુ, આ 5 ટીમોની સાથે રમશે, જાણો
મેચની વાત કરીએ તો, ગુલશન કુમાર ઝાની 84 બૉલમાં 67 રનની શાનદાર ઈનિંગની મદદથી નેપાળે UAEને સાત વિકેટથી હરાવ્યું હતુ
Nepal in Asia Cup: નેપાલ ક્રિકેટ ટીમે મંગળવારે એક ઇતિહાસ રચી દીધો છે, નેપાળની ક્રિકેટ ટીમે 2જી મેના દિવસે કાઠમંડુના ટીયુ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ACC મેન્સ પ્રીમિયર કપની ફાઇનલમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ને હરાવી દીધુ હતુ, આ જીતની સાથે જ નેપાળે ઈતિહાસ પણ રચી દીધો. ખાસ વાત છે કે, નેપાળની ક્રિકેટ ટીમ પ્રથમવાર એશિયા કપ ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય થઇ ગઇ છે. સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપ 2023માં નેપાળની ટીમ ભારત અને પાકિસ્તાનની સાથે ગ્રુપ Aમાં અંતિમ સ્થાન પર રહેશે.
મેચની વાત કરીએ તો, ગુલશન કુમાર ઝાની 84 બૉલમાં 67 રનની શાનદાર ઈનિંગની મદદથી નેપાળે UAEને સાત વિકેટથી હરાવ્યું હતુ, અને એશિયા કપ 2023 માટે નેપાળને ટિકીટ મળી ગઇ હતી. ગુલશન ઝાને નંબર 3 પર ઉતરવું અને કેપ્ટન રોહિત પૌડેલ અને કૉચ મૉન્ટી દેસાઈ માટે માસ્ટરસ્ટ્રૉક સાબિત થયું હતુ. 17 વર્ષીય ગુલશન ઝાએ 118 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરતી વખતે અણનમ 67 રન બનાવ્યા હતા.
ખાસ વાત છે કે, આ વખતે એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં થઇ રહ્યું છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવને કારણે મામલો હજુ ગુંચવાયેલો પડ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે સત્તાવાર રીતે કહ્યું હતું કે, ભારત એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.
रातो र चन्द्र सुर्य
— CAN (@CricketNep) May 2, 2023
जङ्गी निशान हाम्रो !! 🇳🇵
We are the CHAMPIONS of the #ACCPremierCup!
A day filled with pride and the players filled with passion!
Nepal beats UAE to progress through to the Asia Cup with a fantastic performance from Nepal.#NEPvUAE | #RoadToAsiaCup | #weCAN pic.twitter.com/lwtOsR8Q5e
આના જવાબમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ હાઇબ્રીડ વેન્યૂ મૉડલને સૂચવ્યું હતું. આ અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ તટસ્થ સ્થળે રમાશે. નજમ સેઠીએ કહ્યું, “અમે આ હાઇબ્રીડ મૉડલ માટેનો નિર્ણય લીધો છે કે પાકિસ્તાન તેની એશિયા કપ મેચો ઘરઆંગણે અને ભારત તટસ્થ સ્થળોએ રમશે અને આ એશિયન ક્રિકેટ કાઉન્સિલને અમારો પ્રસ્તાવ છે.
છ ટીમ વાળી એશિયા કપ ટૂર્નામેન્ટ આગામી સપ્ટેમ્બર 2023 સુધી રમાશે, જોકે સ્થળ અંગેની અનિશ્ચિતતાને કારણે મેચોના ચોક્કસ શિડ્યૂલની જાહેરાત કરવામાં આવી નથી.
Unstoppable spirit, unbeatable passion! 🇳🇵
— CAN (@CricketNep) May 2, 2023
Nepali fans are on fire as our team charges towards the #ACCPremierCup title 🔥🏆#NEPvUAE | #ACCPremierCup | #RoadToAsiaCup | #weCAN pic.twitter.com/jmuxeonEnQ
FIFTY for Gulshan Jha! His second in ODIs.
— CAN (@CricketNep) May 2, 2023
He is taking Nepal forward in the chase in our #RoadToAsiaCup!#NEPvUAE | #ACCPremierCup | #weCAN pic.twitter.com/EXsh0DbA24
When the lights are brightest, Pressure is highest,
— Suvam Koirala 🏏 (@SuvamKoirala_45) May 2, 2023
Crowds are the loudest,
The best will arrive,
The strongest will survive,
The greatest will thrive.
Gulshan Jha - The Man The Myth 🔥
Bow down to the greatest savior of Nepalese Cricket 🇳🇵🙇♀️#ACCPremierCup #NEPvUAE pic.twitter.com/ZdqARhavrP
A long awaited dream of cricket fans from Himalayan Range comes true 🇳🇵❤️🩹🏏
— ICC (@ICCAsia_) May 2, 2023
Your passion for cricket is incredible ☺️.
Get ready for Asia Cup 2023 in the plains of Indus valley#NepalCricket || #Nepal || #IPL #AsiaCup || #ACCPremierCup pic.twitter.com/AQtRrSdErj