Babar Azam Century: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ફટકારી સદી, કોહલીનો તોડ્યો રેકોર્ડ
Asia Cup 2023: પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેપાળની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની મેચ મુલતાનમાં રમાઈ રહી છે
Asia Cup 2023, PAK vs NEP: એશિયા કપ 2023 શરૂ થઈ ગયો છે. પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેપાળની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની મેચ મુલતાનમાં રમાઈ રહી છે. તે જ સમયે, આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને 44 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા છે. કેપ્ટન બાબર આઝમ 117 બોલમાં 116 રને અને ઈફ્તિખાર અહમદ 51 બોલમાં 63 રને રમતમાં છે.
બાબરે આઝમે ફટકારી કરિયરની 19મી સદી
બાબર આઝમે તેના કરિયરની 19મી સદી ફટકારવાની સાથે જ પોતાના નામે મોટો રેકોર્ડ કર્યો હતો. જે સૌથી ઓછી ઈનિંગમાં 19 સદી મારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. આ માટે તેણે 102 ઈનિંગ લીધી હતી. તેની પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના હાશિમ આમલાના નામે હતો. તેણે 104 ઈનિંગમાં આ પરાક્રમ કર્યુ હતું. કોહલીએ 19 સદી ફટકારવા માટે 124 ઈનિંગ લીધી હતી.
Century No.1️⃣9️⃣ for the top-ranked ODI batter 🫡
Excellent knock from the 🇵🇰 captain 👏#PAKvNEP | #AsiaCup2023 pic.twitter.com/QqfeGakZyO — Pakistan Cricket (@TheRealPCB) August 30, 2023
જો કે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ઘણી મજાક ઉડી રહી છે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની મેચ જોવા માટે બહુ ઓછા પ્રશંસકો મુલતાન સ્ટેડિયમમાં આવ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા...
પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની મેચ જોવા માટે મુલતાન સ્ટેડિયમમાં બહુ ઓછા પ્રશંસકો આવ્યા હતા, જે બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે સ્ટેડિયમમાં બહુ ઓછા ચાહકો જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ચાહકોએ માણી...
સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. આ સિવાય યુઝર્સ સ્ટેડિયમની તસવીરો શેર કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે એશિયા કપ 2023ની પ્રથમ મેચમાં નેપાળનો પડકાર બાબર આઝમની આગેવાની હેઠળના પાકિસ્તાન સામે છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ ટીમ ઈન્ડિયા સામે ટકરાશે.
More than 1 lakh people came to see Zimbabar Babar Azam masterclass against Nepal 🔥#PAKvsNEP pic.twitter.com/RRBx4DJ2LL
— Nisha (@NishaRo45_) August 30, 2023