Kohli ODI Century Record: કોહલીએ પાકિસ્તાન સામે ફટકારી સદી, સચિનનો તોડ્યો રેકોર્ડ
IND vs PAK : એશિયા કપમાં ભારત - પાકિસ્તાન સામે મુકાબલો રમાઈ રહ્યો છે. મેચમાં કોહલી અને કેએલ રાહુલ બંનેએ સદી ફટકારી છે.
![Kohli ODI Century Record: કોહલીએ પાકિસ્તાન સામે ફટકારી સદી, સચિનનો તોડ્યો રેકોર્ડ Asia Cup 2023 Virat Kohli 47th Century ODI record against Pakistan know details Kohli ODI Century Record: કોહલીએ પાકિસ્તાન સામે ફટકારી સદી, સચિનનો તોડ્યો રેકોર્ડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/11/bd8f12d839594e91f4c2ec5d8efe97951694436373841625_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kohli ODI Century Record: એશિયા કપમાં સુપર-4નો મુકાબલો ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલીએ સદી ફટકારી છે. જેની સાથે તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કોહલીએ વન ડે કરિયરની 47મી સદી ફટકારી હતી, સચિન તેંડુલકરે વન ડેમાં 49 સદી ફટકારી છે. હવે આ રેકોર્ડ તોડવાથી કોહલી બે ડગલા જ દૂર છે. કોહલીએ આંતરરાષ્ટ્રીય કરિયરમાં 77મી સદી ફટકારી હતી. તેણે મહાન બેટ્સમેન સચિન તેંડલુકરને રેકોર્ડ તોડી નાંખ્યો હતો. કોહલી વન ડેમાં સૌથી ઝડપી 13 હજાર રન બનાવનારો ક્રિકેટર બન્યો હતો. તેણે માત્ર 267 ઈનિંગમાં આ કારનામું કર્યુ. જ્યારે સચિને 321 ઈનિંગમા 13 હજાર વન ડે રન પૂરા કર્યા હતા.
આ વર્ષે 1000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવાની સાથે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના બે પૂર્વ મહાન ખેલાડીઓ રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હવે કોહલી એક વર્ષમાં સૌથી વધુ વખત હજાર રન પૂરા કરવાના મામલે ભારત માટે બીજા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 12મી વખત આ સિદ્ધિ મેળવી છે. જ્યારે ધોની અને દ્રવિડ 11-11 વખત આવું કરવામાં સફળ રહ્યા હતા. આ યાદીમાં પ્રથમ સ્થાને સચિન તેંડુલકર છે, જેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 16 વખત આ સિદ્ધિ મેળવી હતી.
13000 ODI runs and counting for 👑 Kohli
— BCCI (@BCCI) September 11, 2023
He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn
સૌથી ઓછી ઈનિંગમાં વન ડેમાં 13,000 રન બનાવનાર ખેલાડી
- વિરાટ કોહલી, ભારત, 267 ઈનિંગ
- સચિન તેંડુલકર, ભારત, 321 ઈનિંગ
- રિકી પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયા, 341 ઈનિંગ
- કુમાર સંગાકારા, શ્રીલંકા, 363 ઈનિંગ
- સનથ જયસૂર્યા, શ્રીલંકા, 416 ઈનિંગ
વન ડે એશિયા કપમાં સર્વોચ્ચ પાર્ટનરશિપનો રેકોર્ડ
- 233 રન * વિરાટ કોહલી – કેએલ રાહુલ, કોલંબો, 2023
- 231 રન – નવજોતા સિદ્ધુ- સચિન તેંડુલકર, શારજહાં, 1996
- 210 રન – શિખર ધવન – રોહિત શર્મા, દુબઈ, 2018
- 201 રન – રાહુલ દ્રવિડ – વિરેન્દ્ર સેહવાગ, કોચી, 2005
વન ડેમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડી
- સચિન તેંડુલકર, 49 સદી
- વિરાટ કોહલી, 47 સદી
- રોહિત શર્મા, 30 સદી
- રિકી પોન્ટિંગ, 30 સદી
- સનથ જયસૂર્યા, 28 સદી
- હાશિમ અમલા, 27 સદી
- એબી ડીવિલિયર્સ, 25 સદી
- ક્રિસ ગેઈલ, 25 સદી
- કુમાર સંગાકારા, 25 સદી
- સૌરવ ગાંગુલી, 22 સદી
ભારતે પાકિસ્તાનને જીતવા આપ્યો 357 રનનો ટાર્ગેટ
એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રિઝર્વ ડે પર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાનના બોલરોને વિકેટ લેવા તરસાવ્યા હતા. બંને બેટ્સમેનોએ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 356 રન સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ગઈકાલે વરસાદના કારણે મેચ સ્થગિત રહી હતી અને આજે રિઝર્વ ડેમાં આ મેચ રમાઈ રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)