(Source: ECI/ABP News/ABP Majha)
Virat Kohli: કોલંબોમાં કિંગ કોહલીનો ઝલવો, ફિફ્ટી ફટકારવાની સાથે ચાલુ વર્ષે પૂરા કર્યા 1000 રન
IND vs PAK: આ વર્ષે 1000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવાની સાથે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના બે પૂર્વ મહાન ખેલાડીઓ રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
India vs Pakistan, Asia Cup 2023: કોલંબોના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર અડધી સદીની ઇનિંગ જોવા મળી હતી. આ મેચમાં કોહલીએ પોતાની ODI કારકિર્દીની 66મી અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે વર્ષ 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા છે.
Virat Kohli has completed 1,000 runs in international cricket in 2023. pic.twitter.com/04V98WWjfB
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2023
આ વર્ષે 1000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવાની સાથે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના બે પૂર્વ મહાન ખેલાડીઓ રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હવે કોહલી એક વર્ષમાં સૌથી વધુ વખત હજાર રન પૂરા કરવાના મામલે ભારત માટે બીજા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 12મી વખત આ સિદ્ધિ મેળવી છે. જ્યારે ધોની અને દ્રવિડ 11-11 વખત આવું કરવામાં સફળ રહ્યા હતા. આ યાદીમાં પ્રથમ સ્થાને સચિન તેંડુલકર છે, જેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 16 વખત આ સિદ્ધિ મેળવી હતી.
વન ડેમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડી
- સચિન તેંડુલકર, 49 સદી
- વિરાટ કોહલી, 47 સદી
- રોહિત શર્મા, 30 સદી
- રિકી પોન્ટિંગ, 30 સદી
- સનથ જયસૂર્યા, 28 સદી
- હાશિમ અમલા, 27 સદી
- એબી ડીવિલિયર્સ, 25 સદી
- ક્રિસ ગેઈલ, 25 સદી
- કુમાર સંગાકારા, 25 સદી
- સૌરવ ગાંગુલી, 22 સદી
સૌથી ઓછી ઈનિંગમાં વન ડેમાં 13,000 રન બનાવનાર ખેલાડી
- વિરાટ કોહલી, ભારત, 267 ઈનિંગ
- સચિન તેંડુલકર, ભારત, 321 ઈનિંગ
- રિકી પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયા, 341 ઈનિંગ
- કુમાર સંગાકારા, શ્રીલંકા, 363 ઈનિંગ
- સનથ જયસૂર્યા, શ્રીલંકા, 416 ઈનિંગ
વન ડે એશિયા કપમાં સર્વોચ્ચ પાર્ટનરશિપનો રેકોર્ડ
233 રન * વિરાટ કોહલી – કેએલ રાહુલ, કોલંબો, 2023
231 રન – નવજોતા સિદ્ધુ- સચિન તેંડુલકર, શારજહાં, 1996
210 રન – શિખર ધવન – રોહિત શર્મા, દુબઈ, 2018
201 રન – રાહુલ દ્રવિડ – વિરેન્દ્ર સેહવાગ, કોચી, 2005
ભારતે પાકિસ્તાનને જીતવા આપ્યો 357 રનનો ટાર્ગેટ
એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રિઝર્વ ડે પર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાનના બોલરોને વિકેટ લેવા તરસાવ્યા હતા. બંને બેટ્સમેનોએ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 356 રન સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા