Asia Cup: પાક.-અફઘાન મેચ બાદ સ્ટેડિયમમાં લડાઈ કરનાર સામે UAE લેશે પગલાં, કહી આ મોટી વાત
સંયુક્ત અરબ અમીરાતના (UAE) અધિકારીઓએ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે થયેલી લડાઈ બાદ અનુશાસનાત્મક નિયમોનું ઉલ્લંઘન કરનાર દર્શકો સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
Pakistan vs Afghanistan Fans Fight Video: સંયુક્ત અરબ અમીરાતના (UAE) અધિકારીઓએ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે થયેલી લડાઈ બાદ અનુશાસનાત્મક નિયમોનું ઉલ્લંઘન કરનાર દર્શકો સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પાકિસ્તાને અફઘાનિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યા બાદ બંને દેશના ફેન્સ વચ્ચે લડાઈ થઈ હતી.
જિયો ન્યૂઝની એક રિપોર્ટ મુજબ, સુપર ફોર સ્ટેજની એક રોમાંચક મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. પાકિસ્તાન જીતી જતાં અફઘાન ટીમના ફેન્સ નારાજ થઈ ગયા હતા અને સ્ટેડિયમમાં હાજર પાકિસ્તાની સમર્થકો સાથે લડાઈ શરુ કરી દીધી હતી. બંને બાજુથી સ્ટેન્ડની ખુરશીઓ ઉખાડીને એક-બીજા દેશના ફેન્સને મારવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોસિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ સમગ્ર ઘટના અંગે UAEના અધિકારીઓએ કહ્યું કે, તેઓ લડાઈ કરનારા દર્શકોનું ચોક્કસાઈ પુર્વક નિરીક્ષણ કરી રહ્યા છે અને સ્ટેન્ડને થયેલા નુકસાન અને અન્ય દર્શકોને પહોંચેલી ઈજા સામે કાર્યવાહી કરવામાં આવશે.
Afg vs Pak match: After the match of the Asia Cup 2022, the supporters of Afghanistan came to the fight.#PakvsAfg #AsiaCup2022 #Pakistan #Afghanistan pic.twitter.com/nZMlUc60z5
— Abhishek Kumar (@Abhishe41725804) September 8, 2022
પાકિસ્તાન સામે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાન હારી જતાં અફઘાની ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા અને સ્ટેડિયમમાં તોડફોડ શરુ કરી હતી. અફઘાની ફેન્સે આ દરમિયાન પાકિસ્તાની દર્શકો ઉપર ખુરશીઓ ફેંકી હતી જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
Pak vs afg fans fight 😂🥊🤛🤜🥊🤛🤛🥊 pic.twitter.com/Oh7Y5ziecd
— Solanki Akash (@Solanki89976174) September 8, 2022
ખુબ જ રોમાંચક હતી મેચઃ
એશિયા કપની આ મેચમાં અફઘાનિસ્તાને પહેલાં બેટિંગ કરતાં 129 રન બનાવ્યા હતા. આટલા ઓછા સ્કોર સાથે પણ અફઘાનિસ્તાને પાકિસ્તાનને જબરદસ્ત ટક્કર આપી હતી. અફઘાની બોલરોએ સારી બોલીંગ કરીને સતત પાકિસ્તાનની વિકેટો ઝડપી હતી. છેલ્લી 5 ઓવરમાં 6 વિકેટ ઝડપીને અફઘાનિસ્તાને મેચને લગભગ કબ્જે કરી લીધી હતી. પરંતુ છેલ્લી ઓવરમાં નસીમ શાહે બે સિક્સર ફટકારીને પાકિસ્તાનને એક વિકેટથી જીત અપાવી હતી.