Asian Games: એશિયન ગેમ્સમાં શાનદાર રહ્યો છઠ્ઠો દિવસ, જાણો કેટલા મેડલ કર્યા પોતાના નામે
Asian Games 2023 Day 6 All Update: એશિયન ગેમ્સ 2023માં ભારત માટે છઠ્ઠો દિવસ શાનદાર રહ્યો. ભારતે 29 સપ્ટેમ્બરે શૂટિંગમાં 5 મેડલ જીત્યા હતા.
Asian Games 2023 Day 6 All Update: એશિયન ગેમ્સ 2023માં ભારત માટે છઠ્ઠો દિવસ શાનદાર રહ્યો. ભારતે 29 સપ્ટેમ્બરે શૂટિંગમાં 5 મેડલ જીત્યા હતા. આ સિવાય કિરણ બાલિયાને ટેનિસમાં સિલ્વર મેડલ અને મહિલાઓની શોટપુટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે સ્ક્વોશની મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. 19મી એશિયન ગેમ્સમાં ભારતના કુલ મેડલની સંખ્યા હવે 33 પર પહોંચી ગઈ છે, જેમાં 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે અને ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.
આજે ફરી શૂટિંગ ઈવેન્ટ્સમાં ભારતે કમાલ કરી હતી. આ પહેલા 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતની, ઈશા સિંહ, પલક અને દિવ્યાની ત્રિપુટીએ મળીને 1731-50xના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી, શૂટિંગમાં બીજો મેડલ ગોલ્ડના રૂપમાં આવ્યો, જે ઐશ્વર્યા પ્રતાપ સિંહ, સ્વપ્નિલ અને અખિલની ત્રિપુટીએ 50 મીટર રાઈફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઈવેન્ટમાં જીત્યો હતો.
ભારતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં શૂટિંગમાં દિવસનો ત્રીજો અને ચોથો મેડલ મેળવ્યો. આ ઈવેન્ટમાં પલકે 242.1ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈશા સિંહે 239.1નો સ્કોર કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી, શૂટિંગમાં દિવસનો પાંચમો મેડલ ઐશ્વર્યા પ્રતાપ સિંહે 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સમાં 460.6 પોઇન્ટ મેળવીને સિલ્વર મેડલના રૂપમાં જીત્યો હતો.
ટેનિસની મેન્સ ડબલ્સની ફાઈનલ મેચમાં ભારતની સાકેત માયનેની અને રાજકુમાર રામનાથનની જોડીને ચાઈનીઝ તાઈપેઈની જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
સ્ક્વોશની મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમને હોંગકોંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
ભારતના કિરણ બાલિયાને 17.36 મીટરના થ્રો સાથે શોટ પુટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 19મી એશિયન ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો આ પહેલો મેડલ છે.
આ ઇવેન્ટ્સમાં મેડલ પાકા
19મી એશિયન ગેમ્સમાં ભારતે કેટલીક અન્ય ઈવેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કરીને મેડલ મેળવ્યા છે. જેમાં સ્ટાર મહિલા બોક્સર નિખાત ઝરીને મહિલાઓની 50 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં જગ્યા બનાવીને મેડલ પાકો કર્યો છે. મેન્સ સ્ક્વોશ ટીમે ગોલ્ડ મેડલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ઉપરાંત ભારતીય પુરૂષ બેડમિન્ટન ટીમે પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવીને મેડલ નિશ્ચિત કરી લીધો છે.