(Source: ECI/ABP News/ABP Majha)
AUS Vs WI: ઓસ્ટ્રેલિયન ટીમમાં ફેરફાર, મિશેલ માર્શ બન્યો કેપ્ટન, સ્ટાર ઓલરાઉન્ડરની પણ વાપસી
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની T20 સીરીઝ માટે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર મિચેલ માર્શને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે
AUS Vs WI: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની T20 સીરીઝ માટે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર મિચેલ માર્શને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના રેગ્યૂલર કેપ્ટન પેટ કમિન્સ સિવાય મિચેલ સ્ટાર્ક અને સ્ટીવ સ્મિથ ટી-20 સીરીઝનો ભાગ નહીં હોય. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્કલૉડને મેનેજ કરવા માટે આ ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ T20 સીરીઝ માટે ટીમમાં વાપસી કરી છે.
જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ વર્ષના T20 વર્લ્ડકપમાં ટીમની કમાન કોણ સંભાળશે. પરંતુ માર્શને કમાન મળ્યા બાદ હવે માની શકાય છે કે તે પણ વર્લ્ડકપ માટે કેપ્ટનશિપના દાવેદારોમાં સામેલ છે. ગત વર્ષે મેથ્યુ વેડ ભારત સામેની ટી-20 સીરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરતો જોવા મળ્યો હતો.
ક્રિકબઝના અહેવાલ મુજબ પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સંભાળતા જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં પેટ કમિન્સની વાપસી નક્કી માનવામાં આવે છે. આ સીરીઝથી સ્પષ્ટ થઈ જશે કે T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની કમાન કોણ સંભાળશે. સ્ટાર્ક ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં પણ રમતા જોવા મળશે.
મેક્સવેલની થઇ વાપસી
સ્ટીવ સ્મિથની જગ્યાએ મેટ શોર્ટને ટીમમાં તક આપવામાં આવી છે. તાજેતરમાં જ શોર્ટે બિગ બેશ લીગમાં 541 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર સાથે શોર્ટ ઓપનિંગ સંભાળતો જોવા મળશે. ગ્લેન મેક્સવેલની ટીમમાં વાપસી થઈ છે. મેક્સવેલ આ પહેલા વનડે સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. ફાસ્ટ બોલર નાથન એલિસની પણ ટીમમાં વાપસી થઈ છે.
ઓસ્ટ્રેલિયન ટીમઃ -
મિચેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિશ, મેટ શોર્ટ, માર્નસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.