શોધખોળ કરો

ENG Vs AUS: કેપ્ટન કમિન્સે ઓસ્ટ્રેલિયાને અપાવી ઐતિહાસિક જીત, રોમાંચક ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું

ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ 2 વિકેટે જીત મેળવી છે.

Ashes 2023 ENG Vs AUS 1st test Report: ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ 2 વિકેટે જીત મેળવી છે. ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અણનમ 44 રન ફટકાર્યા હતા અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ ટીમ માટે 65 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ઈગ્લેન્ડ તરફથી બ્રોડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. વરસાદના કારણે છેલ્લા દિવસની રમત બીજા સેશનથી શરૂ થઈ હતી.

વરસાદ બાદ ઓસ્ટ્રેલિયાને છેલ્લા દિવસે એટલે કે પાંચમા દિવસે 67 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. આથી ઓસ્ટ્રેલિયાને અંતિમ દિવસે જીતવા માટે 174 રન બનાવવાના હતા અને તેના હાથમાં સાત વિકેટ હતી. પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાએ  એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટ 2 વિકેટે હાથમાં રાખીને ટાર્ગેટ હાંસલ કરીને જીતી લીધી હતી.

કમિન્સ અને નાથન લિયોને અડધી સદીની ભાગીદારી નોંધાવી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને નાથન લિયોને પોતાની બેટિંગથી મેચ જીતવામાં મદદ કરી હતી. નવમા નંબર પર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા અને 10માં નંબર પર બેટિંગ કરતા નાથન લિયોને 2 ચોગ્ગાની મદદથી અણનમ 16 રન ફટકાર્યા હતા. બંન્ને વચ્ચે 9મી વિકેટ માટે અણનમ 55 રનની ભાગીદારી કરી હતી.

ઈગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 8 વિકેટે 393 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ટીમ માટે પૂર્વ કેપ્ટન જો રૂટે 118 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બોલર નાથન લિયોને 4 અને જોશ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય સ્કોટ બોલેન્ડ અને કેમરૂન ગ્રીને 1-1 વિકેટ લીધી હતી.

આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમે તેના પ્રથમ દાવમાં 386 રન બનાવ્યા હતા. ટીમ માટે ઉસ્માન ખ્વાજાએ 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 141 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઇગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડ અને રોબિન્સને 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય સ્પિનર ​​મોઈન અલીએ 2 વિકેટ લીધી હતી. આ સાથે જ કેપ્ટન બેન સ્ટોક્સ અને જેમ્સ એન્ડરસને 1-1 વિકેટ લીધી હતી.

ઇગ્લેન્ડનો બીજો દાવ 273 રનમાં સમેટાઈ ગયો હતો. આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના બોલર નાથન લિયોન અને કેપ્ટન પેટ કમિન્સે 4-4 વિકેટ લીધી હતી. આ સાથે જ જોશ હેઝલવુડ અને સ્કોટ બોલેન્ડને 1-1 સફળતા મળી હતી. આ પછી 281 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે જીત મેળવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
Advertisement

વિડિઓઝ

Surat Teacher Suicide Case: ‘મારા છોકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે..’ આરોપી પક્ષના લોકોની રજુઆત
Amarnath Yatra 2025: વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
Arvalli Butleggers News: પોલીસ દારૂ ભરેલી કાર પકડવા જતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો
Charanvada:પશુપાલકોએ ડેરીના ચેરમેનની નનામી કાઢી છાજીયા લઈ કર્યો વિરોધ, જુઓ આ દ્રશ્યોમાં
Arvalli: સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત, મોડી રાત્રે દૂધ ઢોળી કર્યો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
ગોળી વાગ્યા બાદ કેટલા સમયમાં થઈ જાય છે વ્યક્તિનું મૃત્યુ? જાણીલો જવાબ
ગોળી વાગ્યા બાદ કેટલા સમયમાં થઈ જાય છે વ્યક્તિનું મૃત્યુ? જાણીલો જવાબ
Aadhaar Card Link: આધાર કાર્ડ સાથે શું શું લિંક કરાવવું જરુરી છે? જાણીલો આ કામની વાત
Aadhaar Card Link: આધાર કાર્ડ સાથે શું શું લિંક કરાવવું જરુરી છે? જાણીલો આ કામની વાત
શું હોય છે 'નોન વેજ મિલ્ક' જેના લીધે અટકી છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
શું હોય છે 'નોન વેજ મિલ્ક' જેના લીધે અટકી છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
Embed widget