(Source: ECI/ABP News/ABP Majha)
PAK vs AUS: ઓસ્ટ્રેલિયાએ કર્યુ પાકિસ્તાનનું ક્લીન સ્વીપ, ટી20 સીરીઝ 3-0 થી જીતી
PAK vs AUS 3rd T20 Result: ટી20 ફોર્મેટમાં પાકિસ્તાનની ટીમની હાલત હાલમાં ઘણી ખરાબ છે. છેલ્લી 9 ટી20 સીરીઝમાં પાકિસ્તાનની ટીમ માત્ર એક જ પ્રસંગે જીત નોંધાવવામાં સફળ રહી છે
PAK vs AUS 3rd T20 Result: ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી20 મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે પાકિસ્તાનની ટીમે ત્રણ ટી20 મેચોની સીરીઝ 3-0થી જીતી લીધી છે. ત્રીજી મેચ હૉબાર્ટમાં રમાઈ હતી, જેમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ રમતા 117 રન પર રોકાઈ ગઈ હતી. બીજીતરફ ઓસ્ટ્રેલિયાએ 12મી ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કાંગારૂ ટીમ માટે માર્કસ સ્ટોઇનિસે તોફાની શૈલીમાં બેટિંગ કરી અને 27 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી.
આ મેચમાં પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ કેપ્ટન આગા સલમાનના આ નિર્ણય ઉલટો પડી ગયો હતો. ઓસ્ટ્રેલિયા માટે એરોન હાર્ડી અને એડમ ઝામ્પાએ ઘાતક બોલિંગ કરી અને અનુક્રમે 3 અને 2 વિકેટ લીધી. પાકિસ્તાન ટીમ માટે સૌથી વધુ સ્કોર બાબર આઝમે બનાવ્યો હતો જેણે 28 બોલમાં 41 રન બનાવ્યા હતા. હસીબુલ્લા ખાને પણ 24 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનની ટીમની હાલત એટલી ખરાબ હતી કે 7 બેટ્સમેન રનના મામલામાં ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા.
માર્કસ સ્ટૉઇનિસની ધમાલ
118 રનના લક્ષ્યાંકનો પીછો કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી કારણ કે 30 રનના સ્કૉર સુધી ટીમે 2 વિકેટ ગુમાવી દીધી હતી. જૉશ ઇંગ્લિસ થોડો સમય ક્રિઝ પર રહ્યો અને તેણે 27 રનની મહત્વની ઇનિંગ રમી, પરંતુ આ દરમિયાન માર્કસ સ્ટૉઇનિસ અલગ અંદાજમાં ક્રીઝ પર આવ્યો. તેણે 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને 27 બોલમાં 61 રનની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાની જીત સુનિશ્ચિત કરી. સ્ટૉઇનિસે પણ પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
ટી20માં પાકિસ્તાનની ખરાબ સ્થિતિ
ટી20 ફોર્મેટમાં પાકિસ્તાનની ટીમની હાલત હાલમાં ઘણી ખરાબ છે. છેલ્લી 9 ટી20 સીરીઝમાં પાકિસ્તાનની ટીમ માત્ર એક જ પ્રસંગે જીત નોંધાવવામાં સફળ રહી છે. છેલ્લી 9 સીરીઝમાં તેણે માત્ર એક જ વાર જીત મેળવી છે, 6 વખત હારનો સામનો કરવો પડ્યો છે અને બે વખત સીરીઝ ડ્રૉ રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને ટી20 સીરીઝ પણ હરાવ્યું છે.
આ પણ વાંચો