'મારી આંખોમાંથી આંસુ...' ગુલબદ્દીન નાયબની એક્ટિંગ પર હોબાળો શરૂ થયો, એવામાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની પ્રતિક્રિયા આવી સામે
Gulbadin Naib Acting: તાજેતરમાં થયેલ અફઘાનિસ્તાન vs બાંગ્લાદેશની મેચ દરમિયાન ગુલબદિન નાયબની નકલી ઈજાની ઘટના પર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
Gulbadin Naib Acting: અફઘાનિસ્તાન પેહલી વખત T20 વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. ગયા સોમવારે સુપર-8ની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રને હરાવ્યું હતું.એવામાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ આ મેચ પર નજર રાખી રહી હતી કારણ કે જો બાંગ્લાદેશ અફઘાન ટીમ પર વિજય મેળવે તો જ તે ક્વોલિફાય કરી શકે તેવી પરિસ્થિતિ હતી. બાંગ્લાદેશની ઇનિંગ્સની 12મી ઓવરમાં વરસાદ આવવાનો હતો એવામાં આ મેચ દરમિયાન ગુલબદ્દીન નાયબનો અભિનય ચર્ચાનો વિષય બન્યો હતો કારકે વરસાદના કારણે કોચ ત્યારે કોચ જોનાથન ટ્રોટે મેચમાં વિલંબ કરવાનો સંકેત આપ્યો. અને તે જ ક્ષણે ગુલબદ્દીન નાયબ, જે સ્લિપ પોઝીશનમાં ઊભો હતો, તેનો પગ પકડીને જમીન પર સૂઈ ગયો. આ ઘટના બાદ હવે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે આ ઘટના પર રમૂજી પ્રતિક્રિયા આપી છે.
ઓસ્ટ્રેલિયા સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શએ પ્રતિક્રિયા આપતા કહ્યું ગુલબદિન નાયબને જોયા બાદ મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ અંતે આ ઘટનાની મેચ પર વધુ કોઈ અસર થઈ નથી. તેથી અમે તે ઘટનાને યાદ કરીને હસી શકો છો. પરંતુ સત્ય એ છે કે તે ખૂબ જ આનંદિત ક્ષણ હતી અમે બધાએ એક સાથે અફઘાનિસ્તાન-બાંગ્લાદેશની મેચ જોઈ અને તે મેચ ખૂબ જ રોમાંચક મેચ સાબિત થઈ, જેમાં ઘણા ઉતાર-ચઢાવ પણ આવ્યા.
અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં જવા માટે હકદાર હતું..
મિશેલ માર્શે એ પણ કહ્યું કે તે કોઈપણ કિંમતે અફઘાનિસ્તાન ટીમ ટૂર્નામેન્ટમાં જ રહેવા માંગે છે અને ટૂર્નામેન્ટમાંથી બહાર થવા માટે તે જવાબદાર છે. માર્શના કહેવા પ્રમાણે જ્યારે બાંગ્લાદેશની છેલ્લી વિકેટ પડી ત્યારે તેની નજીક બેઠેલા તમામ ખેલાડીઓ નિરાશ થઈ ગયા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માર્શએ અફઘાનિસ્તાનની પ્રશંસા કરતા કહ્યું કે આ ટીમ તેના સારા પ્રદર્શન માટે સેમિફાઈનલમાં જવાની સંપૂર્ણ હકદાર છે. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રને હરાવ્યું હતું, વાસ્તવમાં અફઘાનિસ્તાને પેહલા બેટિંગ કરતાં 116 રન નો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે બાંગ્લાદેશની ટીમ 105 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી એકલા લિટન દાશે 49 બોલમાં 54 રન ફટકાર્યા હતા અને તે પણ નોટઆઉટ રહીને પરતું સામે કોઈ વિકેટ ટકી ના રહી.