Aaron Finch Retirement: ભારત સામેની સીરિઝ પહેલા ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ખેલાડીએ અચાનક કરી સંન્યાસની જાહેરાત, જાણો વિગત
Aaron Finch Retirement: 2021માં ટી20 વર્લ્ડકપ જીતવો અને 2015માં વન ડે વર્લ્ડકપ જીતવો મારા કરિયરની સૌથી યાદગાર ક્ષણ છે.
Aaron Finch Retirement: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર એરોન ફિંચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છ. આ પહેલા તે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યો છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેણે રિટાયરમેંટની જાહેરાત કરી હતી. હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમવા આવી છે, તેવા જ સમયે સંન્યાસની જાહેરાતે બધાને હેરાન કરી દીધા છે.
ફિંચે નિવેદનમાં શું કહ્યું
ફિંચે નિવેદન બહાર પાડી કહ્યું, મને એ વાતનો અફસોસ છે કે હું 2024 ટી20 વર્લ્ડકપ નહીં રમીશકું. આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે, જેનાથી ટીમ આગળની રણનીતિ પર કામ કરી શકશે. હું મારા પરિવાર, પત્ની, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સનો આભાર માનું છું. મને સતત સપોર્ટ કરનારા ફેંસનનો પણ આભાર માનું છે. 2021માં ટી20 વર્લ્ડકપ જીતવો અને 2015માં વન ડે વર્લ્ડકપ જીતવો મારા કરિયરની સૌથી યાદગાર ક્ષણ છે. 12 વર્ષ દેશ માટે રમવું, કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓનો સામનો કરવો, આ સન્માન દરેક મેળળવવા માંગે છે.
Our World Cup winning, longest serving men's T20I captain has called time on a remarkable career.
— Cricket Australia (@CricketAus) February 6, 2023
Thanks for everything @AaronFinch5 🤝 pic.twitter.com/cVdeJQmCXN
ફિંચે કરિયરમાં 5 ટેસ્ટમાં 278 રન, 146 વન ડેમાં 5406 રન, 130 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 142.5ના સ્ટ્રાઇક રેટથી 3120 રન અને આઈપીએલની 92 મેચમાં 2091 રન બનાવ્યા છે. 2018માં ઝિમ્બાબ્વે સામે 76 બોલમાં 172 રન બનાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો. ભારત સામેની સીરિઝ પહેલા ઓસ્ટ્રેલિયાને એક ઝટકો માનવામાં આવી રહ્યો છે.