શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના કાળમાં ભારતમાં કઇ ટૂર્નામેન્ટથી થઇ રહી છે ક્રિકેટની વાપસી, કયા મેદાન પર રમાશે પહેલી મેચ, જાણો વિગતે
બંગાળ ક્રિકેટ ક્રિકેટ સંઘ (સીએબી) દ્વારા આયોજિત છે ટીમોની બંગાળ ટી20 ચેલેન્જ ટૂર્નામેન્ટ આગામી દિવસોમાં શરૂ થવા જઇ રહી છે. આ સાથે ભારતમાં ક્રિકેટની વાપસી થશે
નવી દિલ્હીઃ કોરોના કાળમાં ભારતમાં ફરી એકવાર ક્રિકેટ મેચો શરૂ થવા જઇ રહી છે. ક્રિકેટની વાપસીને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. બંગાળ ક્રિકેટ ક્રિકેટ સંઘ (સીએબી) દ્વારા આયોજિત છે ટીમોની બંગાળ ટી20 ચેલેન્જ ટૂર્નામેન્ટ આગામી દિવસોમાં શરૂ થવા જઇ રહી છે. આ સાથે ભારતમાં ક્રિકેટની વાપસી થશે.
બંગાળ ટી20 ચેલેન્જ ટૂર્નામેન્ટની સાથે 24 નવેમ્બરથી કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પરથી ક્રિકેટની વાપસી થશે. આની ફાઇનલ 10 ડિસેમ્બરે રમાશે. સીએબીએ ટૂર્નામેન્ટ માટે તમામ સ્વાસ્થ્ય નિયમોની સાથે જૈવ સુરક્ષિત (બાયૉ બબલ) માહોલ તૈયાર કર્યો છે. ટૂર્નામેન્ટના શરૂઆત સત્રમાં ટ્રૉફી માટે મોહન બાગાન અને ઇસ્ટ બંગાળ ઉપરાંત કાલીઘાટ, ટાઉન ક્લબ, તપન મેમૉરિયલની ટીમો રમશે.
ટૂર્નામેન્ટમાં કુલ 33 મેચો રમાશે, જેના માટે ટીમોએ 48-48 ખેલાડીઓને પસંદ કર્યા છે. ટૂર્નામેન્ટમાં મનોજ તિવારી, અનસ્તૂપ મજુમદાર, શાહબાજ અહેમદ અને શ્રીવત્સ ગોસ્વામી જેવા ખેલાડીઓ પર રમી રહ્યાં છે. સીએબીના અધ્યક્ષ અવિષેક ડાલમિયાએ કહ્યું- ફાઇનલ અને સેમિફાઇનલની સાથે કુલ 33 મેચ રમાશે. મોટાભાગની મેચો ઇડન ગાર્ડન ગ્રાઉન્ડમાં દુધિયા રોશનીમાં રમાશે. તેમને કહ્યું- ટૂર્નામેન્ટ દરમિયાન તમામ ખેલાડીઓ અને મેચ અધિકારીઓ બાયૉ-બબલમાં રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion