(Source: ECI/ABP News/ABP Majha)
IND vs PAK T20 World Cup: આજે રાત્રે 8 વાગ્યાથી ભારત બંધ... T20 વર્લ્ડ કપનો સૌથી મોટો મહામુકાબલો
જે મેચની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેચ હવે માત્ર થોડા કલાકોમાં શરુ થશે. એક મેચ જેને જોવા માટે ભારતના દરેક રાજ્ય અને દરેક ગલીના લોકો ઉત્સાહિત છે.
IND vs PAK T20 World Cup: જે મેચની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેચ હવે માત્ર થોડા કલાકોમાં શરુ થશે. એક મેચ જેને જોવા માટે ભારતના દરેક રાજ્ય અને દરેક ગલીના લોકો ઉત્સાહિત છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાનની મેચ આજે એટલે કે 9 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. જો કે, આજ સુધી તેઓ 7 વખત ટકરાયા છે, જેમાંથી 5 વખત ભારત એક વખત પાકિસ્તાન અને એક મેચ ટાઈ રહી હતી. મોટા ભાગની મેચમાં ભારતીય ટીમનો વિજય થયો છે, પરંતુ આ બે કટ્ટર હરીફો વચ્ચેની ટક્કરનો ઉત્સાહ ભારતની બહારના દેશોમાં પણ જોવા મળ્યો છે.
ભારત કેમ બંધ થઈ જશે ?
આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ થાય છે ત્યારે બંને દેશોના રસ્તાઓ સૂમસામ થઈ જાય છે. દરેક યુવાન ચાહકથી લઈને પુખ્ત વયના લોકો અને વૃદ્ધ લોકો પણ ટીવી સામે બેસી જાય છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાનની મેચ ખાસ છે કારણ કે તે કદાચ વિરાટ કોહલી અને રોહિત શર્માનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. ન્યૂયોર્કની પિચને ધ્યાનમાં રાખીને આ મેચમાં ભારતની બેટિંગ અને પાકિસ્તાનની બોલિંગ વચ્ચેનો મુકાબલો જોવો રસપ્રદ રહેશે.
પાકિસ્તાન ઉલટફેરનો શિકાર બન્યું
T20 વર્લ્ડ કપ 2024ની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં એક-એક મેચ રમી ચૂક્યા છે. 5 જૂને ન્યૂયોર્કની મુશ્કેલ પીચ પર ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. બીજા જ દિવસે પાકિસ્તાનનો મુકાબલો યજમાન યુએસએ સામે થયો હતો. યુએસએની ટીમે પહેલા શાનદાર બોલિંગ કરી અને પાકિસ્તાનને 159 રન પર રોકી દીધું. જે બાદ ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 159 રન જ બનાવી શકી હતી. ટાઈના કિસ્સામાં, સુપર ઓવર કરવામાં આવી હતી. યુએસએ સુપર ઓવરમાં ઐતિહાસિક જીત નોંધાવીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી.
ટીવી પર ક્યાંથી જોઇ શકશો India vs Pakistan Match લાઇવ ?
ભારતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી T20 વર્લ્ડકપ 2024 મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.
મોબાઇલ પર 'ફ્રી' માં ક્યાંથી જોઇ શકશો IND vs PAK લાઇવ સ્ટ્રીમિંગ ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 'ફ્રી' હશે. જો કે, માત્ર મોબાઈલ યૂઝર્સ જ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે.