શોધખોળ કરો
Advertisement
રામ મંદિર નિર્માણ માટે ક્રિકેટર ગૌતમ ગંભીર આપ્યો ફાળો, જાણો કેટલા રૂપિયા કર્યા દાન
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગયા વર્ષે ભૂમિ પૂજન કર્યુ હતુ
નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે રામ મંદિર નિર્માણ માટે પોતાનો ફાળો આપ્યો છે. ગંભીરે દાન પેટે એક કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. પૂર્વીય દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કહ્યું કે, અંતતઃ એક જુનો મુદ્દો પુરો થઇ ગયો છે. આનાથી એકતા અને શાંતિનો માર્ગ પ્રશસ્ત થશે. મે અને મારા પરિવારે એક નાનુ યોગદાન આપ્યુ છે.
છેલ્લા કેટલાય દિવસોથી રામ મંદિર માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી, બિહારના રાજ્યપાલ ફાગૂ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેટલીય હસ્તીઓએ ફાળો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગયા વર્ષે ભૂમિ પૂજન કર્યુ હતુ.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, રામ મંદિરના પાયાનુ નિર્માણ કાર્ય પુરુ થયા બાદ આ દેવાલય 36 થી 40 મહિનાની અંદિર બનીને તૈયાર થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement